મંત્રીઓમાં પણ બંગલાના નંબરને લઈને શુકન-અપશુકનની અંધશ્રદ્ધા, 1 નંબરના બંગલામાં નથી ટકતા કોઈ CM

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાન પાછળ અનેક માન્યતાઓ રહેલી છે જેમાં જે કોઈ મુખ્યમંત્રી એક નંબરના બંગલામાં રહે તો તેમણે મુખ્યમંત્રીનું પદ ગુમાવવું જ પડે છે. તેની સાથે મંત્રીઓના બંગલામાં 13 નંબરનો બંગલો જ રહેલ નથી.

ગાંધીનગરમાં રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલ છે, જેમાં કુલ 42 બંગલા રહેલા છે. એમાં બધા બંગલાને નંબર ફાળવાયા છે પરંતુ 13 નંબરનો કોઈ બંગલો રહેલો નથી, કેમ કે આ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા રહેલી છે. 12 નંબરના બંગલા બાદ સીધો જ 12-A એવો નંબર આપવામાં આવેલ છે.

જયારે ગુજરાતના મંત્રાલય, મંત્રીઓ, સચિવાલયમાં માન્યતાઓ-ગેરમાન્યતાઓનો પાર જોવા મળી રહ્યો નથી. અમુક માન્યતાઓ તો પ્રણાલીની માફક પાળવાઈ છે. તેમાં પણ ખાસ કરીને 1 નંબરનો બંગલો એટલે કે મુખ્યમંત્રી નિવાસમાં જે CM રહેતા હોય છે તેઓ પાંચ વર્ષ પૂરા કરતા નથી. આ બંગલામાં રહેનારા માધવસિંહ સોલંકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ બન્યા બાદ બંગલા નંબર-1 માં રહેવા આવ્યા અને તેમની સરકાર પણ પડી ગઈ હતી.

ગુજરાતના મુખ્યમંત્રીને ફાળવવામાં આવતો એક નંબરનો બંગલો અપશુકનિયાળ માનવામાં આવતો હોવાના લીધે 2001 માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મિનિસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલી તોડી નાખી અને બંગલા નંબર 1 ની બાજુ આવેલા બંગલા નંબર 26 માં રહેવાનું પસંદ કર્યું હતું.

જ્યારે ચીફ મિનિસ્ટર બંગલાને પોતાની ઓફિસ બનાવી નાખી હતી. તેમ છતાં મોદી વડાપ્રધાન થયા બાદ આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયા નહિ તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડી દેવામાં આવી હતી. હવે વિજય રૂપાણી પણ બંગલા નંબર-26 માં રહેતા હોવા છતાં પણ તેમણે સત્તા છોડવી પડી છે.

તેની સાથે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટૂ મંત્રી 26 નંબરના બંગલામાં રહે તો તેમને મુખ્યમંત્રીપદને લઈને જેકપોટ મળી શકે છે. ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના બાદ બીજા નંબરે અમરસિંહ રહેલા હતા.

અમરસિંહના રહેવા માટે 26 નંબરનો બંગલો ફાળવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રીપદ સુધી પણ પહોંચ્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ 26 નંબરના બંગલામાં તે રહેતા હતા. ચીમનભાઈનું અચાનક અવસાન થતા જ મુખ્યપ્રધાનનો તાજ છબીલદાસને સોંપી દેવામાં આવ્યો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો