ભયાનક અકસ્માત! ધારાસભ્યના પુત્ર સહિત મેડિકલના 7 વિદ્યાર્થીઓના દર્દનાક મોત

મહારાષ્ટ્રના વર્ધામાં થયેલા ભીષણ અકસ્માતમાં વિધાયકના પુત્ર સહિત 7 મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે. આ અકસ્માત મોડી રાતે થયો. મળતી માહિતી મુજબ સેલ્સુરા શિવારથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓની ગાડી સામે જંગલી જાનવર આવી ગયું. તેને બચાવવાના ચક્કરમાં ગાડી બેકાબૂ બની અને પુલને તોડી ખાઈમાં ખાબકી.

અકસ્માત વર્ધા પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ તુલજાપુર પર સેલસુરા શિવારમાં થયો. ગાડીમાં સવાર તમામ 7 વિદ્યાર્થીઓ સવાંગી મેઘે મેડિકલ કોલેજમાં ભણતા હતા. તેઓ યવતમાલથી સવાંગી મેઘે પાછા ફરી રહ્યા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે આ અકસ્માત રાતે લગભગ 11.30 વાગે થયો. મૃતકોમાં તિરોડા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિશ્કાર પણ સામેલ છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો