ફેસબુકના સ્વામિત્વવાળી વોટ્સએપએ થોડા સમય પહેલા યુઝર્સને સારો અનુભવ માટે કેટલાક નવા ફીચર્સ લોન્ચ કર્યા હતા. કંપનીએ હાલમાં જ ગ્રુપ વીડિયો કોલિંગ, ફોરવર્ડેડ મેસેજ જેવા નવા ફીચર રજુ કર્યા. જોકે કંપની હવે એક નવા જ ફીચર પર કામ કરી રહી છે. ‘માર્ક એઝ રીડ’ નામનું આ ફીચર યુઝર્સને ખૂબ કામ આવશે.
રિપોર્ટ્સ મુજબ, એન્ડ્રોઈડ માટે વોટ્સએપના બીટા વર્ઝન પર આ ફીચરનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ નવા ફીચરથી યુઝર્સ નોટિફિકેશન બારથી જ સીધા મેસેજને ‘માર્ક એઝ રીડ’ કરી શકશે અને તેનું નોટિફિકેશન વારંવાર નહીં દેખાય. આ નવા ફીચરથી યુઝર્સનો ઘણો સમય બચશે કારણ કે હવે યુઝરને મેસેજ ખોલવાની જરૂર નહીં પડે. જોકે હજુ સુધી તેનું બીટા વર્ઝન પર આ ફીચર આવ્યું નથી, કારણ કે હાલમાં તેમાં થોડા સુધારા કરવાની જરૂર છે.
કહેવાઈ રહ્યું છે કે, આ ફીચરથી ‘માર્ક એઝ રીડ’ બટનને નોટિફિકેશન બારમાં ‘રિપ્લાઈ’ બટનની આગળ રાખવામાં આવશે. આ ઉપરાંત વોટસએપ એક ‘સસ્પીશસ લિંક’ ડિટેક્શન ફીચર પર કામ કરી રહ્યું છે જેનાથી યુઝરને કોઈપણ શંકાસ્પદ લિંક વિશે સાવધાન કરી શકાય. કંપની આ ફીચરને ફેક ન્યૂઝ રોકવા માટે બનાવી રહી છે. આ ફીચરથી યુઝર્સ વોટ્સએપ પર મળતી કોઈપણ લિંકથી એપ સંબંધિત વેબસાઈટ વિશે જાણકારી લેશે અને કઈ ખોટું લાગે છે તો યુઝરને ચેતવણી અપાશે.
એક રિપોર્ટ મુજબ, જ્યારે પણ વોટ્સએપમાં કોઈ લિંક શંકાસ્પદ લાગશે તો આગળ લાલ રંગનું માર્ક હશે. આ લાલ નિશાનથી જાણી શકાશે કે લિંક સ્પામ, ફિશિંગ લિંક અથવા ફેક ન્યૂઝ છે.