પ્રેમીઓના સમર્થનમાં આવ્યા જિગ્નેશ મેવાણી, પ્રેમ કરનારાઓને આંતરજાતિય લગ્ન કરાવી આપવાની કરી આવી મોટી જાહેરાત

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

વડગામથી અપક્ષ ધારાસભ્ય અને યુવા નેતા જિગ્નેશ મેવાણીએ પોતાના ફેસબુક પેજ પરથી આજે જાહેરાત કરી છે કે, “આંતરજાતિયના લગ્નો ઇચ્છિત યુગલો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરી શકશે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં કોઈપણ પ્રેમી-દંપતીએ આંતર જાતિય લગ્ન કરવા ઇચ્છતા હોય અને જો કોઈ સમસ્યા હોય તો તે અમારો સંપર્ક કરો. અમે ઊભા રહીને લગ્ન કરાવી આપીશું અને વકીલની ફી પણ અમે આપીશું.”

જિગ્નેશ મેવાણીએ કર્યુ પ્રેમીઓનું સમર્થન

મેવાણીએ લખ્યું છે કે, “આંતરજાતિય લગ્ન વિના જાતિવાદની પ્રથા દૂર થવાની અને નવી જાતિની રચના વિના કોઈ જાતિને નાબૂદ કરી શકાય નહીં. પ્રેમ કરો, ખૂબ જ મહેનત કરો. આંતર જાતિય લગ્ન કરનારાઑ પર જેટલા હુમલા થાય એટલો જ પ્રેમ, ઈશ્ક અને મહોબત્તનો નારો લગાવવામાં આવે.”

હાલ દિલ્લી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહેલ જિગ્નેશ મેવાણીએ ગુજરાત એક્સક્લુઝીવ સાથે આંતરજાતીય લગ્ન વિષેની જાહેરાત મુદ્દે વાત કરી હતી, “આજે 21મી સદીમાં, ડિજિટલ યુગમાં અને વસૂધેવ કુટુંબમથી વિશ્વમાં પ્રચલિત એવા ભારત દેશમાં આજે આંતરજાતિય લગ્ન કરનાર યુગલો પર હુમલા થઈ રહ્યા છે, આ સદીમાં પીએન આવું થઈ રહ્યું છે કે પિતૃ સત્તાક અને જાતિવાદી લોકો, સ્ત્રીઓને આઝાદી પર પોતાનું ઘમંડ બતાવી રહ્યા છે જેનું પરિણામ ઓનર કિલિંગ છે, હવે આવું ન થવું જોઈએ, ગુજરાતમાં અમે ઊભા છીએ આવા પ્રેમી યુગલો સાથે જે આંતરજાતિય લગ્ન કરવા ઈચ્છે છે.

અમે સાથે રહીશું, વકીલની ફી અને કાયરદેસરની પ્રક્રિયા અને જરૂર પડે સરકાર પાસે આવા યુગલોને પોલીસ રક્ષણ આપવીશું. પ્રેમ કરવો એ બધાનો અધિકાર છે અને મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવું એ સ્ત્રી-પુરુષનો વ્યક્તિગત નિર્ણય છે એમાં જાતિવાદ નાખીને આંતરજાતિય લગ્નમાં યુવકને કે યુવતીઑને સતાવવાનું અને મોતને ઘાટ ઉતારવાનું હવે બંધ થવું જોઈએ.”

મેવાણીએ જણાવ્યુ કે મહારાષ્ટ્રના ખેરલાંજી હત્યાકાંડમાં ગર્ભવતી ઋકમણીને જીવતી સળગાવી દેવામાં આવી, વર્ષ 2018 સપ્ટેમ્બર મહિનામાં તેલંગાણા રાજ્યમાં કરોડપતિ બાપે આંતરજાતિય લગ્ન કરનાર પોતાની દીકરા પતિને મરાવી નાખ્યો હતો અને વર્ષ 2018 મે મહિનામાં કેરલમાં આંતરજાતિય લગ્ન કરનાર યુવતીના ભાઈએ તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આવી ઘટનાઓ સામાજિક દૂષણ છે અને પ્રેમ ભાવનાની જ્ગ્યાએ નફરત ઊભી કરે છે અને જેથી હું આ મુદ્દે ઘણો ચિંતિત છુ અને આ નિર્ણય કર્યો છે અને એની શરૂઆત ગુજરાતથી કરી રહ્યો છુ.

હરિયાણામાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની સરકારે વર્ષ 2017 માં આંતરજાતીય લગ્ન કરનારાં દંપતીઓને સરકાર ધ્વારા આપવામાં આવતી આર્થિક સહાયમાં વધારો કર્યો હતો અને તે રૂપિયા 2.5 લાખ કરી દીધી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરિયાણા રાજ્યના લગભગ 23 જેટલા જિલ્લાઑમાં 22 જેટલા સેફ હોમ બનાવવામાં આવ્યા છે જેમાં ભાગીને લગ્ન કરનાર – આંતરજાતીય લગ્ન કરનાર યુગલો સલામતીથી રહી શકે, જેનો હેતુ યુગલોને હંગામી શરણ અપવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here