એક વિવાહ એસા ભી: 20 વર્ષ સાથે રહ્યા બાદ કર્યા લગ્ન, વરઘોડામાં જોડાયો વરરાજા-કન્યાનો 13 વર્ષનો પુત્ર

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં થયેલ એક લગ્ન હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ દંપતીનો 13 વર્ષનો પુત્ર પણ લગ્નના વરઘોડામાં જનૈયો બનીને તેના પિતાના લગ્નમાં જોડાયો હતો. વરરાજા 58 વર્ષ અને કન્યા 50 વર્ષની હતી. વરરાજાની બહેનનો દાવો છે કે બંનેએ 20 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ કેટલાક કારણોસર લગ્ન રીતિ રિવાજો મુજબ થઈ શક્યા ન હતા, પરંતુ તેઓ એકબીજા સાથે રહેતા હતા. હવે પરિવારની પરસ્પર સંમતિ પછી બંનેના લગ્ન પરંપરાગત રીતે થયાં હતાં.

ઉન્નાવના મિયાગંજ બ્લોકમાં આવેલા રસુલપુર રૂરી ગામના રહેવાસી નારાયણ રૈદાસે તેની પ્રેમિકા રામરાતી (જે મિયાગંજ બ્લોકના મિશ્રાપુર ગામની રહેવાસી છે) સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને 20 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તેઓનો 13 વર્ષનો એક પુત્ર અજય પણ છે. ગયા સોમવારે બંનેએ વાજતે ગાજતે એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના વડા રમેશે ગામના લોકો સાથે મળીને લગ્નની સંપૂર્ણં તૈયારીઓ કરીને જાન લઇ જવાની વ્યવસ્થા કરી હતી અને ગામની બહાર સ્થિત બ્રહ્મદેવ બાબાના મંદિરે લગભગ અડધો ડઝન વાહનો સાથે વર-કન્યાને લઈ જઈને લગ્નની વિધિ પૂરી કરાવી. આ પછી, તે બંને તેમના ઘરે ગયા અને એકબીજા સાથે સાત ફેરા લીધા.

ગામલોકોએ કરી તૈયારી

પ્રાપ્ત માહિતી મુજબ આ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ ગામના વડાઓએ ગામના લોકો સાથે મળીને કરી હતી. એકદમ ધામધૂમથી લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વરઘોડામાં આવેલા ડીજે પર ગ્રામજનો ખૂબ નાચ્યા હતા. ગામના વડાએ કરાવેલ આ લગ્ન ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બનેલ છે. વરરાજા નારાયણ રૈદાસે જણાવ્યું કે ગામલોકોની મદદથી તે રિવાજ મુજબ લગ્ન કરી શક્યો.

Scroll to Top