અમદાવાદમાં હાલના સમયમાં ધીરે-ધીરે લગ્નતેર સંબંધોમાં વધારો જોવા મળી રહ્યો. ફાસ્ટ લાઈફસ્ટાઇલના કારણે લોકો ઘરમાં ક્વોલિટી સમય પસાર કરી શકતા નથી જેના કારણે બહાર વધુ સંબંધો બંધાઈ જતા હોય છે. જ્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવો જ એક લગ્નેત્તર સંબંધનો વિચિત્ર કિસ્સો સામે આવેલ છે. જેમાં પતિ ઘરમાં પત્નીને મૂકીને બહાર બીજી ત્રણ ત્રણ પ્રેમિકા ફેરવતો પકડાયો છે. તેમ છતાં પતિની હરકતોના કારણે પરિણીતાને અન્ય મહિલાઓ સાથે પતિનો પ્રેમસંબંધ હોવાની શંકા વ્યક્ત થતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
ત્યાર બાદ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા પરિણીતાના પતિની પૂછપરછ અને ફોન ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરીઓ સાથે અફેર હોવાનું સામે આવ્યું હતું. જ્યારે લફરાબાજ પતિ 8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતા પકડાયો હતો. મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા તેમને અન્ય છોકરીઓને ફસાવીને છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે હવે તે કોઈ છોકરી સાથે તે સંબંધ નહિ રાખે એવી બાંયધરી બાદ સમાધાન થયું હતું.
જ્યારે આ સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, મહિલા હેલ્પલાઈન 181 માં પરિણીતા દ્વારા ફોન કરી કહેવામાં આવ્યું હતું કે, મારા પતિને અન્ય મહિલા સાથે અફેર છે અને મને શારીરિક-માનસિક ત્રાસ પણ આપે છે, જેના કારણે હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. પરિણીતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે, 8 વર્ષનો પુત્ર પણ છે.
તેમ છતાં પતિ નાની-નાની વાતો પર ગુસ્સો કરીને શારીરિક માનસિક ત્રાસ પણ આપે છે. તેમજ ઘણી વાર તો બે-બે દિવસ સુધી ઘરની બહાર પણ ચાલી જાય છે. મારા પતિને અન્ય મહિલા સાથે સંબંધ રહેલા છે તે બાબત મે ઘરમાં પણ જાણ કરી હતી. તેમ છતાં સમાજના ડરના કારણે શાંતિ રાખવાનું જણાવતા હતા. ત્યાર બાદ મહિલા હેલ્પલાઈની ટીમ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેનું વ્હોટ્સએપ ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરી સાથે અફેર હોવાનું સામે આવ્યું હતું.
તેમ છતાં પતિએ આ સમયે પણ ખોટું બોલીને જણાવ્યું હતું કે, આ યુવતીઓ સાથે અફેર નથી તે મારી બહેન સમાન છે. તેમ છતાં હેલ્પલાઈનની ટીમે પતિની સચ્ચાઈ જાણવા માટે છોકરીઓને બોલાવતાં તેમણે પ્રેમસંબંધ હોવાનું કહ્યું હતું. પોતે એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં છોકરીઓને ફસાવતો હતો. જ્યારે અન્ય છોકરીઓને ફસાવી છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી હતી. પરંતુ આજ બાદ તેઓ કોઈ છોકરી સાથે સંબંધ રાખશે નહીં એવી બાંયધરી આપતાં મહિલા હેલ્પલાઈનની મદદથી કપલ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.