NewsSaurasthra - Kutch

19 વર્ષીય ટ્યુશન કલાસીસ વિદ્યાર્થિની અને 48 વર્ષીય શિક્ષક બંનેની મળી ગઈ આંખ, લગ્ન શક્ય ન બનતા 3 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી કરી આત્મહત્યા

ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગરના રતનપરામાંથી એક ચોંકાવનારો અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અને કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ઉંમર કે કોઈ જ્ઞાતિ જાતી જોતો નથી. તેવો જ એક સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો આ સામે આવ્યો હતો. જે રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી. સૂસાઈડ નોટમાં બંનેએ પરિવારજનોની માફી માગી છે. જેમાં આ જન્મમાં એક ના થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં બંનેએ પોતાના પરિવાર પાસે માફી માંગી છે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, મૂળ સાયલાના વતની અને હાલમાં રતનપરમાં રહેતા રતનપરમાં રહેતા 48 વર્ષના દિનેશભાઈ અંબારામભાઈ દલવાડીના કલાસમા 19 વર્ષની શ્રધ્ધા મહેશભાઈ ચાવડા નામની વિદ્યાર્થીની ધોરણ 10થી તેમની સાથે ભણવા આવતી હતી. ક્લાસીસમાં દરરોજ મળતાં હોવાથી પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ શિક્ષક દિનેશભાઈ પરીણિત હતા અને તેમને સંતાનમાં 19 વર્ષનો દીકરો હતો અને ઉંમર પણ 48 વર્ષની હતી. આથી બંનેનાં લગ્ન શક્ય નહોતાં તથા પરિવારજનો અને સમાજ પણ નહીં સ્વીકારે તેવું માનીને શુક્રવારે બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર, દરરોજ શિવધારા ટયુશન કલાસ સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવતું હતું. પરંતુ શ્રધ્ધા અને દિનેશભાઈ વહેલા સવારે 7 વાગ્યે જ કલાસમાં આવી ગયા હતા. શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. આ ઉપરાંત દિનેશભાઈ પણ ઘરેથી નવાં કપડાં પહેર્યાં હતાં. ઘટનાસ્થળે શ્રધ્ધાએ સેંથામાં સિંદુર પુરીને, મંગળસુત્ર પહેર્યુ હતુ. પોલીસને સાડા દસે આ અંગેની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. બન્નેની સુસાઈડ નોટ પોલીસને મળી છે. શ્રધ્ધાએ પોતાની સુસાઈડ નોટમાં ભાઈને ભણવામાં ધ્યાન આપવાનુ કહેલ હોવાનુ તથા પપ્પા-મમ્મી, દાદા-દાદીને પાસે માફી માંગી છે.

શ્રધ્ધાએ સુસાઈડ નોટ લખ્યું હતું કે, “ભાઈ ભણવામાં ધ્યાન આપજે. પપ્પાની ઈચ્છા મને બેંકમાં નોકરી અપાવીને સારા ઘરમાં પરણાવવાની હતી, જેમાં હું ખરી ઉતરી નથી તે બદલ માફી માંગું છું. તમે બધા મારા ઉપર શંકા કરતા હતા તે વાત સાચી હતી હું ખોટુ બોલીને આ સંબંધોને છુપાવતી હતી. ત્રણ પાનાની સુસાઈડ નોટમાં એક શાયરી પણ લખી છે કે, સમજે તેને સમજાશે બાકી લફરૂ ગણાશે, અનુભવ્યુ છે કે, આ પ્રેમ સાચો છે.

શ્રદ્ધા અને દિનેશે પોતપોતાના પરિવારને સંબોધીને 3 પાનાંની અંતિમ ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીની શરૂઆતમાં ‘ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે’, લખ્યું હતું. શ્રદ્ધાએ માતા-પિતા, ભાઈની માફી માગી હતી જ્યારે દિનેશે પત્ની, સંતાનો અને મિત્રોની માફી માગી હતી.

બંનેએ લખ્યું હતું કે ,”અમારે મનમેળ થઈ ગયો છે. એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી. કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ. સમાજ થોડો સમય વાતો કરશે. અમે આ ભૂલ કરીએ છીએ અમારાં અરમાન પૂરાં થાય તેમ નથી એટલે આ છેલ્લું પગલું ભરીએ છીએ. અમને માફ કરી દેજો. શ્રદ્ધાએ પરિવારને સંબોધીને એવું પણ લખ્યું હતું કે મારાં લગ્ન બીજે કરવાના તમારા કોડ હતા પરંતુ મારે બીજે લગ્ન કરવાં નથી. તમે મારી ઉપર શંકા કરતા હતા પરંતુ હું ખોટું બોલીને ટાળી દેતી હતી મને માફ કરજો. પછી બંનેએ લખ્યું હતું કે અમે આ જન્મમાં એક ન થઈ શક્યાં તો આવતા જનમમાં મળીશુ.”

મૃતક વિદ્યાર્થિનીના દાદા દેવસીભાઈ પ્રભુભાઈ ચાવડાએ કહ્યું- સવારે તેના પિતા કાપડની ફેરીનો ધંધો કરતા હોવાથી કામે જવા નીકળી ગયા હતા. ભાઈ ઘરે સૂતો હતો. કોઈને ઘરે કીધા વગર રાબેતા મુજબના સમયે ક્લાસ જવા નીકળી હતી. જ્યાંથી તેણે આત્મહત્યા કરી લીધાના સમાચાર આવતાં અમારા સૌ પર આભ તૂટી પડ્યું હતું. અમારી દીકરી સાવ ભોળી હતી. ઘરે પાસે એકલી દુકાને પણ જતાં ડરતી. તેણે આવડુંમોટું પગલું ભરી લીધું! અમે તો તેને ભણવા માટે ટ્યૂશનમાં મોકલતા હતા અમને ક્યાં ખબર હતી કે ભણતર તેના મોતનું કારણ બનશે અને આવું પગલું ભરી લેશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker