વીર જવાનની શહાદત નહીં ભૂલાય, મેમદપુર ગામના શહીદનો મૃતદેહ પહોંચતા ગામ હિબકે ચડ્યું

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ના મેમદપુર ગામનો જવાન કાશ્મીરમાં શહીદ થયો હતો. વડગામ તાલુકાના મમેમદપુર ગામના રાઠોડ જસવંત સિંહ જવાનજી 2011 માં ઇન્ડિયન આર્મી જોઈન કરી હતી અને તેમને બેંગ્લોરમાં પોસ્ટિંગ મળી હતી. જે અગિયાર વરસની ફરજ દરમિયાન તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પીછવાડા 17 આ રાષ્ટ્રીય રાઈફલ બટાલિયનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન તે ગત શનિવારની રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓનડ્યુટી જવાન શહીદ થયા છે.

મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતાં કરતાં શાહીદ થયા હતા. ત્યારે આ અંગે મેમદપુર ગામનો જવાન શહીદ થયાના સમાચાર ગામમાં મળતાં જ સમગ્ર વડગામ પંથકમાં શોકનો માહોલ છવાયો ગયો છે. જવાનો પાર્થિવદેહ આજે માદરે વતન મેમદપુર ખાતે લાવવામાં આવ્યો છે. ત્યારે આખું ગામ ભીની આંખે અંતિમયાત્રામાં જોડાયું છે, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને જેના હવે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સહિદ જવાન જશવંત સિંહના પિતા પણ રીટાયાર્ડ આર્મીમેન છે તથા તેમના બીજા બન્ને ભાઈઓ એક એસઆરપી અને બીજા ભાઈ itbp ફોર્સ માં ફરજ બજાવે છે. જે પરિવારની રગેરગમાં દેશસેવા વ્યાપેલી છે. શહીદ જવાન જશવંતસિંહ નો પાર્થિવ દેહ આજે માદરેવતન મેમદપુર લાવવામાં આવ્યો છે જે મહેમદપુર ગામના સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવશે. ત્યારે સમગ્ર બનાસકાંઠામાં શહીદ જવાનને લઈને શોકની લાગણી સાથે સાથે દેશ સેવામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે ગર્વ પણ અનુભવી રહ્યા છે. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી

આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઈ પણ મા ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે. ગામની તમામ જનતા આજે શોકાતુર છે. ત્યારે આજે સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું છે. આજે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઊગતા યુવાન હતા. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.

Scroll to Top