હવે તો સુધરો.. માસ્ક ન પહેરવા બદલ દોઢ વર્ષમાં ગુજરાતીઓએ આટલા કરોડનો ભર્યો દંડ

કોરોનાની બે ભયાનક લહેર જોયા બાદ પણ ગુજરાતીઓ સતત માસ્કના નિયમને અવગણના કરવામાં આવી રહી છે જે માસ્ક વગર રસ્તા પરથી પકડાયેલા લોકો પાસેથી વસૂલવામાં આવેલા દંડના આંકડા પરથી સ્પષ્ટ થઈ જાય છે.

ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ પોલીસે 24 જૂન, 2020 થી 2 ડિસેમ્બર, 2021 દરમિયાન 41.60 લાખ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 294 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યા છે. આ બાબતની સ્પષ્ટ થાય છે કે, કોરોનાના સમયગાળામાં નિયમનો ભંગ કરનારાઓએ નિયમિત અંદાજે 56 લાખ રૂપિયાનો દંડ ચૂકવ્યો હતો. આ રકમ અદ્યતન કોવિડ હોસ્પિટલ બનાવવા અને શહેરમાં ચાર ફ્લાયઓવર બનાવવા માટે રોકાણ કરવામાં આવેલા નાણાંનો અડધો ભાગ રહેલ છે.

આ સિવાય 13 કરોડ રૂપિયાના ખર્ચે 2 હજાર લિટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવનાર ઓક્સિજનનો પ્લાન ઉભો કરવામાં આવે તો તેમાં ઓછામાં ઓછા 22 પ્લાન્ટ ઉભા કરી શકાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત પોલીસે 24 જૂન, 2020 અને 23 જૂન, 2021 ની વચ્ચે નિયમનો ભંગ કરનારા 36.80 લાખ લોકો પાસેથી 247 કરોડ રૂપિયાની વસુલ્યા હતા. જૂનથી નવેમ્બર એમ પાંચ મહિનામાં, રાજ્ય પોલીસે માસ્ક નિયમના ભંગમાં 47 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, રાજ્યમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમે માસ્ક ડ્રાઈવને તીવ્ર બનાવીશું’. આ સિવાય બીજા એક અધિકારીએ જણાવ્યું છે કે, ‘અમે દોઢ વર્ષમાં માસ્ક નહીં પહેરવા બદલ 41.60 લાખ લોકોથી દંડ વસૂલ્યો છે. તેમણે 294 કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો.

જ્યારે ‘માસ્ક ન પહેરવા બદલ પોલીસને 1 હજારનો દંડ ચૂકવવાના બદલે લોકોએ સમજવું પડશે કે, માસ્કનો નિયમ માત્ર તેમની સુરક્ષા માટે જ છે. તેથી, તેઓ આ રકમથી ઓછામાં ઓછા સારા માસ્ક ખરીદી શકે છે.

Scroll to Top