તમે વિશ્વના સૌથી દુર્લભ હીરા વિશે કેટલું જાણો છો? વાસ્તવમાં, આ હીરા હવે વેચાવા માટે તૈયાર છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેના ખરીદશે કોણ અને તેઓ તેને કેવી રીતે ખરીદી શકાશે. એ જણાવતા પહેલા અમે તમને આ હીરાની ખાસિયત જણાવીશું. 555.55 કેરેટના કાળા હીરાનું નામ એનિગ્મા (Enigma) છે. તેના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે. આ વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો કપાયેલો દુર્લભ કાળો હીરો છે. દુબઈમાં તેની હરાજી થવા જઈ રહી છે. તેને હરાજી પહેલા સોમવારે સોથેવેમાં તેને જાહેર પ્રદર્શન માટે મૂકવામાં આવ્યો હતો.
જ્વેલરી એક્સપર્ટ સોફી સ્ટીવેન્સના જણાવ્યા અનુસાર, આ દુર્લભ બ્લેક હીરાની રચના 2.6 બિલિયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી સાથે ઉલ્કા અથવા એસ્ટરોઇડ ટકરાયો હતો ત્યારે થઈ હતી.
ગયા વર્ષે આ હીરો હોંગકોંગમાં 12.3 મિલિયન ડોલરમાં વેચાયો હતો. આ હીરાની ચૂકવણી ક્રિપ્ટોકરન્સીમાં કરવામાં આવી હતી. જો કે, ઓક્શન હાઉસ સોથેબીના જણાવ્યા અનુસાર, છેલ્લા 20 વર્ષથી તેને ક્યારેય વેચવામાં કે પ્રદર્શિત કરવામાં આવ્યો નથી.
નિષ્ણાતોનું કહેવું છે કે આ હીરો અન્ય ગ્રહ પરથી આવ્યો છે. આવા હીરામાં જોવા મળતા કાર્બન આઇસોટોપ્સ અને ઉચ્ચ હાઇડ્રોજન કાં તો પૃથ્વી સાથે અથડાતા ઉલ્કાઓ દ્વારા રચાય છે અથવા બીજી દુનિયામાં જોવા મળે છે. વિશ્વમાં આવો દુર્લભ હીરો માત્ર બ્રાઝિલ કે મધ્ય આફ્રિકામાં જ જોવા મળે છે. સોથેબીને આ હીરાની કિંમત 51 કરોડ રૂપિયાની આસપાસ મળી શકે છે.