મહિલા તેની બે દીકરીને મારી નાંખે તે પહેલા નાની દીકરી બહાર ભાગીને કરવા લાગી બૂમાબૂમ… બહેનનું મોત

2020નું વર્ષ આખી દુનિયામાં મહામારીનું વર્ષ રહ્યું હતું, ત્યારે 2021ના વર્ષને એક્સપર્ટ્સ હતાશાનું વર્ષ ગણાવી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના તેની ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોને તેના કારણે સર્જાયેલા સંબંધોમાં તણાવ અને નાણાકીય તંગીને કારણે માનસિક હતાશા ઘેરી વળી હતી.

જેના કારણે આપઘાત કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો હોવાનું પોલીસના ચોપડે નોંધાયેલા આંકડા જણાવી રહ્યા છે. ત્યારે હાલમાં વધુ એક આત્મહત્યા કરવાનો એક એવો મામલો સામે આવ્યો છે. જેમાં તેની નાની દીકરી ઘરની બહાર ભાગીને તેનો જીવ બચાવ્યો છે.

આ ઘટના બેંગલુરુના યેલાહન્કાની પાસે ડિબ્બુર ગામમાંથી સામે આવી છે. જો કે એક વિધવા માતા સોમવારે સાંજે તેની બે દીકરીઓ સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે આ આત્મહત્યા કરતા સમયે 8 વર્ષની દીકરીએ ઘરની બહાર દોડી આવી હતી અને ઝડપથી તેના પાડોશીઓને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક તેમના ઘરે આવી પહોંચ્યા હતા. અને તેઓ આ વિધવા મહિલા અને બચાવવામાં સફળ રહ્યા હતા જો કે કમનસીબે પાડોશીઓ તેની એક મોટી 12 વર્ષની બહેનને બચાવી શક્યા ન હતા. ત્યારે આ સમગ્ર ઘટના પાડોશીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવતા, આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસે આ 12 વર્ષની મૃતક છોકરીની ઓળખ દિવ્યાશ્રી હોવાનું જણાવ્યું છે. અને આ આત્મહત્યા કરનાર વિધવા જ્યારે તેની માતા વરાલક્ષ્મી હોસ્પિટલમાં જીવન સામે લડી રહી છે.

જો કે આ મહિલાનો પતિ પુટ્ટરાજુ 2 મહિના પહેલાં કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. જેના કારણે આ વિધવા મહિલા તેના પતિના આઘાતમાં રહેતી હતી. અને આ મહિલાને પણ છેલ્લા બે વર્ષથી કરોડરજ્જુની સમસ્યાથી પીડાઈ રહી હતી. જેના કારણે તેને છેવટે કંટાળીને સોમવારની સાંજે તેની બે બાળકીઓ સાથે તેને પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારે આ આત્મહત્યા દરમિયાન વરાલક્ષ્મી અને તેની 12 વર્ષની દિવ્યાશ્રી આપઘાત માટે તૈયાર થતા હતા, તે જ સમયે 8 વર્ષની દીકરી મુગ્ધા ધરની બહાર દોડી આવી અને તેમની મદદ માટે બૂમો પાડવા લાગી હતી. ત્યારે આ બૂમો સાંભળીને તેના પાડોશીઓ તેમના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા. જયારે તેઓ ઘરમાં ઘૂસ્યા ત્યારે તેની માતા અને મોટી બહેન લટકતાં જોવા મળ્યા હતા, ત્યારે આ પાડોસીએ તેમને નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં ડોક્ટરોએ દિવ્યાશ્રીને મૃત જાહેર કરી હતી. જયારે વરાલક્ષ્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને ગ્રામ પંચાયતના સભ્ય હેમંત કુમાર ડી.એ જણાવ્યું હતું કે, તે તેના પતિના કોરોનાને કારણે અચાનક મૃત્યુ થતાં આઘાતમાં રહેતી હતી અને સાથે તેની તબિયત પણ બરોબર ન હતી. જેના કારણે તેની આ 12 વર્ષની નાની દીકરી રોજિંદા કામમાં તેની મદદ કરતી હતી.

જેના કારણે આશંકા કરવામાં આવી રહી છે કે, માતાએ તેની બંને દીકરીઓને આપઘાત કરવા માટે મનાવવી હશે કે તે હવે બધાની દેખરેખ રાખવા માટે શારીરિક રીતે સક્ષમ નથી તેથી આપણે આપઘાત કરી લેવો જોઈએ. ત્યારબાદ તેમને આ આપઘાત કરી લીધો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ આ આપઘાત દરમિયાન તેની નાની દીકરી છેલ્લી મિનિટે ગભરાઈ ગઈ હતી અને ઘરની બહાર દોડી આવી હતી. અને બૂમાબૂમ કરવા લાગી હતી.

જો કે પોલીસે આ આત્મહત્યાના સાથે મોતનો કેસ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે કે મોટી દીકરી દિવ્યાશ્રીએ પોતે ગળેફાંસો ખાધો હતો કે માતા દ્વારા ગળેફાંસો આપવામાં આવ્યો હતો. અને તેની આ 8 વર્ષીય નાની દીકરી મુગ્ધાને તેના કાકાના ઘરે મોકલી દેવામાં આવી છે.

Scroll to Top