દિવસે ને દિવસે એકલા ગુજરાત માંજ નહીં પરંતુ સમગ્ર ભારતમાં હવે બળજબરી ના કેશો ખુબજ ઝડપ થી વધી રહ્યા છે.અમે આજે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છે તે ખુબજ શરમજનક છે.અહીં પોતાના સગા પિતાએ જ તેની દીકરી સાથે ના કરવાનું કૃત્ય કર્યું.આ ઘટના અમદાવાદ ની છે.અમદાવાદમાં એક દીકરી પોતાના પિતાની હવસનો શિકાર બની છે. સમાજને કલંકિત કરતો આ કિસ્સો અમદાવાદના વેજલપુર વિસ્તારનો છે.
માતા દર્શન કરવા માટે અજમેર શરીફ દરગાહે ગઈ હતી ત્યારે ઘરમાં એકલી રહેલી 18 વર્ષની દીકરી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે પોલીસે આરોપી પિતા સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.યુવતી જણાવે છે કે પિતાએ પહેલા અડપલાં કર્યા અને પછી બળજબરી પૂર્વક મને પકડી મારી સાથે ના કરવાનું કર્યું હતું.અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રહેતાં યુવકે બીજા લગ્ન કર્યા હતા.
તેની પત્નીને પહેલાં પતિથી એક પુત્રી છે.જેની હાલમાં જેની ઉંમર 18 વર્ષ છે.15 દિવસ પહેલાં યુવકની બીજી પત્ની અજમેર શરીફ દરગાહ પર દર્શન કરવા ગઈ હતી.આ સમયે પિતા અને પુત્રી ઘરે એકલાં હતા.બીજી પત્નીની જુવાન જોધ દીકરીને ઘરમાં એકલી જોઈ સાવકા પિતાની નજર બગડી હતી. અને એકલી પુત્રી પર તેણે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે માતા દર્શન કરીને ઘરે પરત ફરી ત્યારે દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી. પોતાની દીકરી સાથે થયેલ અપકૃત્ય મામલે માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.અને આ હવસખોર પિતાને કડક થી કડક સજા આપવા જણાવ્યું છે.