માતાએ દીકરા વીર માટે બનાવી ચિપ્સ, પરંતુ દીકરો તો એક વાર સૂઈ ગયો પછી જાગ્યો જ નહીં. જાણો સંપૂર્ણ વાત…

‘મેં મારા વીર માટે ચિપ્સ બનાવી છે …! તેને કહો ઉઠે અને ખાઈ લે… વીરને ચિપ્સ ખૂબ જ પસંદ છે… ” આટલું કહીને વીરની માતા સ્વર્ણ દેવી ફરી બેહોશ થઈ ગઈ. જ્યારે સંબંધીઓએ તેના ચહેરા પર પાણી ફેંક્યું, ત્યારે લાચાર માતાએ ફરી એ જ વાતનું પુનરાવર્તન કરવાનું શરૂ કર્યું. મારા બાળકો, મેં તમારા માટે ચિપ્સ બનાવી છે. તમને જણાવી દઈએ કે આ વાર્તા જમ્મુ -કાશ્મીરના રાજૌરીની છે.

જ્યાં ગુરુવારે રાત્રે નિર્દોષ વીર ચિપ્સ માંગતા-માંગતા સૂઈ ગયો. તેની માતા સ્વર્ણ રસોડામાં ચિપ્સ બનાવવા માટે જતી રહી. આ દરમિયાન, કાયર આતંકવાદીઓ ઘરની છત પર ચઢીને આંગણામાં ગ્રેનેડ ફેંક્યો જે એકદમ વીરના પારણાં પાસે જ પડ્યો હતો અને જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો.

જણાવી દઈએ કે આ દ્રશ્ય કોઈનું પણ દિલ હચમચાવી નાખવા માટે પૂરતું હતું. તે જ થયું વીરની માતા સાથે. આ દ્રશ્ય જોઈને તે ચોંકી ગઈ. એવું લાગતું માનો કે તેના માટે આખી દુનિયા સમાપ્ત થઈ ગઈ અને તે આ કહેતા બેહોશ થઈ ગઈ કે, “મેં મારા વીર માટે ચિપ્સ બનાવી છે …! તેને કહે ઉઠે અને ખાઈ લે…” પરંતુ આ ગ્રેનેડ હુમલા પછી વીર હવે ક્યાં ઉઠવાનો હતો, તે તો ચિપ્સ ખાધા વિના ચિરનિંદ્રામાં જરો રહ્યો હતો અને તે નાના બાળકને મોતને ઘાટ ઉતારનારા આતંકવાદીઓનું હૃદય એકવાર પણ નહિ ધ્રુજ્યું. ચાલો જાણીએ શું છે આ દુ:ખદ સમગ્ર મામલો …

જણાવી દઈએ કે રાજૌરી શહેરના ખાંડલી પુલ વિસ્તારમાં ગુરુવારે રાત્રે આતંકીઓએ ભાજપના શહેરી મંડળના અધ્યક્ષ જસવીર સિંહના ઘર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જસવીર સિંહનો ત્રણ વર્ષનો ભત્રીજો વીર સિંહ માર્યો ગયો હતો, જ્યારે પરિવારના છ સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા હતા.

માસૂમ વીરના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેને ચિપ્સ ખૂબ જ પસંદ હતી. ગુરુવારની રાતે પણ તે ચિપ્સ-ચિપ્સ કરતાં સૂઈ ગયો. તેની માતાએ ઘરની બહાર જોયું તો દુકાનો બંધ થઇ ગઈ હતી. માતાને ખબર હતી કે વીર જાગશે ત્યારે તે ચિપ્સ ખાવા માટે જીદ્દ કરશે. તેથી વીરની માતા સ્વર્ણ રસોડામાં બટાકાની ચિપ્સ બનાવવા જતી રહી, પરંતુ હોનીને કંઈક અલગ જ મંજૂર હતું. ત્યારે આખો પરિવાર ઘરના આંગણામાં બેઠો હતો. જયારે, નજીકના પલંગ પર વીર સૂતો હતો અને રાત્રિભોજનની તૈયારીઓ ચાલી રહી હતી.

આ દરમિયાન, કાયર આતંકવાદીઓ ઘરની છત પર ચઢીને આંગણામાં ગ્રેનેડ ફેંક્યો જે એકદમ વીરના પારણાં પાસે જ પડ્યો હતો અને જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. વીર સહિત ઘાયલ પરિવારના સાત સભ્યોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નિર્દોષ વીરનું મોત થયું હતું.

જણાવી દઈએ કે ત્યારથી પરિવારના અન્ય સભ્યોની પણ રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ છે. વીરની કાકી વારંવાર કહેતી હતી કે વીરનો શું વાંક હતો. અમારો પરિવાર હંમેશા લોકો માટે આગળ આવતો રહ્યો છે. આ મોટું ષડયંત્ર રચીને અમારા પરિવારને નિશાન બનાવવામાં આવ્યું છે. આમાં વિસ્તારના કેટલાક લોકો પણ શામેલ હોય શકે છે.

ભાઈની શોધ કરી રહ્યા છે કર્ણ-અર્જુન: જણાવી દઈએ કે વીરના બે ભાઈ કર્ણ અને અર્જુન પણ આ હુમલામાં ઘાયલ થયા છે. કર્ણની ઉંમર 12 વર્ષ અને અર્જુનની ઉંમર 10 વર્ષ છે. ત્રણેય ભાઈઓ વચ્ચે ઘણો પ્રેમ હતો. ત્રણેય સાથે ભણતા અને રમતા. બંને હોસ્પિટલમાંથી સારવાર બાદ ઘરે પરત ફર્યા છે, પરંતુ બંને વીરને શોધીને દરેક રૂમમાં જાય છે અને વારંવાર પરિવારને તેના વિશે પૂછી રહ્યા છે. કેટલાક તેમને કહે છે કે વીર હોસ્પિટલમાં છે અને કેટલાક કહે છે કે હવે તે ક્યારેય પાછો નહીં આવે. બંને ભાઈઓ, જેમણે તેમની આંખો સામે આટલો મોટો હુમલો જોયો છે, તેઓ ખૂબ ડરી ગયા છે.

વીરમાં રહેતું હતું જસબીરનો જીવ: વીરના કાકા અને ભાજપના શહેરી મંડળના પ્રમુખ જસબીર સિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલ રાજૌરીમાં દાખલ છે. જસબીરમાં વીરનું જીવ રહેતો હતો. જસબીરને હજી ખબર નથી કે વીરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જયારે, વીરની દાદી સિયા દેવીની હાલત નાજુક હોવાને કારણે તેને જમ્મુ રિફર કરવામાં આવ્યા છે.

હવે વીરને નહિ લાગે કોઈની નજર: પરિવારના સભ્યોએ જણાવ્યું કે વીરની માતા તેને ખરાબ નજરથી બચાવવા માટે ઘણીવાર તેના કપાળ પર કાળો ટીકા લગાવતી હતી, પરંતુ હવે તેને કોઈની નજર નહિ લાગે.

જિલ્લામાં ખરાબ છે હાલત: રાજૌરી જિલ્લામાં હાલત ખરાબ છે. આ રીતે, ભાજપના નેતાના ઘર પર ગ્રેનેડ હુમલાને કારણે સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે. શુક્રવારે સમગ્ર શહેર બંધ રહ્યું હતું. જેની અસર બપોર સુધી રસ્તાઓ પર જોવા મળી હતી. લોકોની માંગ હતી કે આવી આતંકવાદી ઘટનાને કારણે સુરક્ષાનો પ્રશ્ન ઉભો થાય છે. જિલ્લામાં કયા પ્રકારની સુરક્ષા કરવામાં આવી રહી છે? સાથે જ આ મામલે રાજ્યપાલ મનોજ સિંહા (Manoj Sinha) સહિત ઘણા મોટા નેતાઓએ આ હુમલાની નિંદા કરી છે.

Scroll to Top