AmreliBanaskanthaCrimeMehsana

અમરેલીમાં માતા-પુત્રીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ જાણી તમારી આંખો પણ આવી જશે આંસુ

રાજ્યમાં કોરોનાકાળ બાદ આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી મોટું કારણ આર્થિક તંગી છે જેના કારણે આપઘાતમાં વધારો થયો છે. જ્યારે આવી જ એક અમરેલી જિલ્લા ના સાવરકુંડલા નજીકના ધાર ગામમાં આપઘાતની કરૂણ ઘટના જોવા મળી છે. જેમાં માતા-પુત્રી દ્વારા એક સાથે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દેવામાં આવ્યું છે. જેના કારણે હાહાકાર સર્જાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાવરકુંડલાના ધાર ગામમાં રહેનાર હંસાબેન ખીચડીયા અને ભુમીબેન ખીચડીયા દ્વારા પોતાના ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો છે. જેના સમગ્ર ગામમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જ્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને સમગ્ર મામલાને હાથ પર લેતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જેમાં ધાર ગામના રહેવાસી હંસાબેન કાંતિભાઈ ખીચડીયા પોતાની દીકરી ભુમીબેન કાંતિભાઈ ખીચડીયા સાથે જીવન પસાર કરી રહ્યા હતા. પરિવાર દ્વારા ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, ગત વર્ષ નબળુ તેમના માટે નબળું ગયું હતું અને ટાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો હતો.

જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. જેના કારણે માતા અને પુત્રીએ આપઘાત કર્યો હોવાની જાણકારી સામે આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસ મુજબ, આપઘાત કરનાર પરિવારમાં દીકરીના લગ્નનો પ્રસંગ નજીક આવી રહ્યો હતો. આવા સમયે કુદરતી આફતના પગલે આર્થિક સ્થિતિ પરિવારની બગડી ગઈ હતી.

સમાજમાં પ્રસંગને લઈ બદનામીના ભયથી માતા-પુત્રીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થેળે પહોંચી આવી હતી. તેની સાથે બંનેના મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય પ્રતાપ દુધાતને પણ માહિતી મળતા તે પણ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. આ બાબતમાં પોલીસની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker