ટી-20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ક્રિકેટ ટીમને સુપર 12 ની ચોથી મેચમાં પાકિસ્તાન સામે ૧૦ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. વર્લ્ડકપના કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન દ્વારા પ્રથમ વખત ભારતને હરાવવામાં આવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારત દ્વારા પ્રથમ બેટિંગ કરતા કરતા 151 રન બનાવવામાં આવ્યા હતા.
જ્યારે પાકિસ્તાને આ ટાર્ગેટ વિના વિકેટે પ્રાપ્ત કરી લીધો હતો.. પાકિસ્તાન ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68, જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રનની ઇનિંગ રમી હતી. મોહમ્મદ રિઝવાને 55 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી.
જ્યારે બાબર આઝમે 52 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. તેમ છતાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હતા અને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
તેની સાથે પાકિસ્તાનની શાનદાર જીત બાદ વિરાટ કોહલીએ બાબર આઝમને અભિનંદન પાઠવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે મોહમ્મદ રિઝવાનને પણ ગળે લગાવ્યા હતા. બંને પાકિસ્તાની ક્રિકેટરો પણ વિરાટ કોહલી સાથે હસીને ગળે મળ્યા હતા. આ દરમિયાન બંનેના ચહેરા પર ખૂબ હાસ્ય જોવા મળી રહ્યું હતું.
બંને પાકિસ્તાની બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 107 બોલમાં 152 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી પણ છે. આ અગાઉ મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે 2012 માં અમદાવાદમાં ભારત સામે ચોથી વિકેટ માટે 106 રનોની ભાગીદારી કરી હતી.