વિચિત્ર કિસ્સો: હવામાં રૂપિયા ઉછાળીને ડબલ કરવાની લાલચ આપનાર ઝડપાયો, અનેક લોકોને ઠગ્યા

મથુરાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં હવામાં રૂપિયા ઉછાળીને ડબલ કરવાની લાલચ આપીને લોકોના લાખો રૂપિયા છેતરનારા વ્યક્તિને મથુરાના ગોવિંદનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ બાબતમાં ઝડપાયેલા આ ઠગી યુવક પાસેથી પોલીસ દ્વારા લગભગ અઢી લાખ રૂપિયા રોકડાની સાથે નકલી નોટો પણ જપ્ત કરી લેવામાં આવી છે.

આ કેટલી રકમ છે તેની ગણતરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઠગાઈનો શિકાર બનેલી એક મહિલા સહિત કેટલાક લોકો ફરિયાદ દાખલ કરવા માટે ગોવિંદનગર પોલીસ સ્ટેશન પહોંચી ગા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ કરવામાં આવી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ગોવિંદનગર વિસ્તારમાં એક યુવકની લોકોને છેતરવાની બાબતમાં ધરપકડ કરવામાં આવી હતી. યુવક સામે આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઝડપાયેલો આ યુવક હવામાં રૂપિયા ઉછાળીને તેને ડબલ કરવાની લાલચ આપતો હતો. ત્યાર બાદ તેઓને શિકાર બનાવતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં અનેક લોકોને છેતરીને તેણે લાખો રૂપિયા પડાવ્યા હતા.

જ્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપવામાં આવ્યો તો તેની ઊંડી તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ તેનું નામ આબિદ જણાવ્યું અને તે પુન્હાના નૂંહ વિસ્તારનું જણાવ્યું હતું. ઝડપાયેલા યુવક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે રુપિયા ડબલ કરવાની લાલચ આપીને નોઈડામાં રહેનારી એક મહિલા કે જે કેન્સર પીડિત છે તેની પાસેથી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સિવાય પંજાબના જાલંધરમાં રહેનાર મનમોહને પણ આ ઠગની વાતોમાં આવીને પોતાની બોલેરો કાર વેચીને તેને સાડા સાત લાખ રૂપિયા કેશ આપી દીધા હતા.

આ ઠગ દ્વારા પંજાબના જાલંધરમાં રહેનાર એક યુવકને પણ પોતાની વાતમાં ફસાવવામાં આવ્યો હતો. તેણે યુવકને લાલચ આપી અને પછી મથુરામાં બોલાવ્યો હતો. આ ઠગ દ્વારા જે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોકો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક રીતે સંકળાયેલા હોવાની પોલીસને શંકા થઈ છે. એકબીજાના સંપર્કથી જ તેનો ભોગ બનનારા લોકોની માહિતી સામે આવી હતી. ત્યાર બાદ તેણે એ લોકો સાથે મુલાકાત પણ કરી હતી. જ્યારે આ ઠગ મથુરામાં હોવાની વાત મળી આવતા તે લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ લોકો દ્વારા આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી.

સીઓ અભિષેક તિવારી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપી પાસેથી 2 લાખ 73 હજાર રૂપિયાની રિયલ નોટ મળી આવી છે. આ સિવાય નકલી નોટોના 28 બંડલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આયવા છે. આરોપી પાસેથી પોલીસ દ્વારા 2 આઈડી પણ જપ્ત કરવામાં આવ્યા છે. જેના પર આરોપીના નામ પણ અલગ અલગ હતા. આરસી બુક પર તેનું નામ આબિદ છે અને પાનકાર્ડ પર તેનું નામ અખ્તર હુસેન હતું. હવે પોલીસ દ્વારા આ બાબતમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top