મોટા ભાગે લોકો ને ખબર જ છે કે ઈલાયચી તે ખુબજ ગુણકારી છે માટે તેને ચા માં નાખી ને ઈલાયચી વાળી ચા પીવામાં આવે છે પરંતુ લોકો ને માત્ર આટલે સુધી જ ખબર છે આગળ જે તેના ફાયદા છે તેની વિશે લોકોને ખબર નથી માટે આજે અમે તમને આ ખાસ ઉપાયો વિશે જણાવીશું તો આવો જાણીએ તેના વિશે વિગતવાર.
સૌથી પહેલા તો ઈલાયચી તમને શરદી ખાંસી થી છુટકારો આપે છે. એલચીના બે પ્રકાર છે એક તો લીલી અને બીજી કાળી કાળી એલચી જે બન્ને ખાંસી-શરદીમાં ઉપયોગી છે તે સિવાય તે શ્વસનતંત્રની સમસ્યામાં પણ ગુણકારી છે. આયુર્વેદિક નિષ્ણાત અનુસાર જો પાણીમાં એલચીનો ભૂકો અને મધ નાખીને બનાવેલી ચાનજ સેવન કરવામાં આવે તો તમામ પ્રકારના ફ્લૂમાં માંથી છુટકારો મળે છે.
બીજા ક્રમે વાત કરીએ તો ઈલાયચી તમારી પાચન ક્રિયા ને સુધારે છે.તેની તીવ્ર સુગંધ આપણા સ્વાદેન્દ્રિય વધુ સક્રિય કરે છે અને ભારે ખોેરાક આરોગ્યા બાદ પાચનતંત્રને પણ વધુ સક્રિય કરે છે.
એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ જેમ કે ગેસ કબજીયાત તે રોકવાના મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે તેમાં રહેલું રસાયણ આંતરડાના હલનચલનને વધારે છે.અને પરિણામે પાચન ક્રિયા ઝડપી બને છે.
જો તમારે મોં ના દુર્ગંધ ને લઈને કોઈ પ્રસન્ન હોય તો પછી તમારે ખાસ આ જાણી લેવું જોઈએ.ઈલાયચી ની તીવ્ર સુગંધ દુર્ગંધયુક્ત શ્વાસોચ્છવાસ સુધારવામાં મદદ કરે છે તે નૈસર્ગિક બ્રેથ ફ્રેશનર તરીકે કામ કરે છે.તે મોંને સ્વચ્છ કરી દુર્ગંધ નિર્માણ કરતા જંતુઓને મારે છે.
માટે તમારે દરોજ તેનું સેવન કરવું જ જોઈએ ખાસ કરીને જો તમે વ્યસન કરો છો તો પછી તમારે દરોજ માત્ર બે ઈલાયચી નું સેવન કરવું જોઈએ.
મિત્રો ખાસ કરીને જો તમે દરોજ ઓછામાં ઓછી બે ઈલાયચી નું સેવન શરૂ કરી દેશો તો તમને ઘણો ફાયદો થશે.
કોથમીર અને એલચીનો એક કપ રસ પીવાથી તમારું રક્તનું દબાણ નીચું આવી શકે છે.ચાઈનીઝ પ્રથા અનુસાર ઈલાયચી વાળી ચા પીવી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે. કારણ આવી ચા તમારી આંતરિક શુદ્ધિ માટે આવશ્યક છે.
જે રોજ પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારી તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો.માટે તમારે બની શકે તો સવારે જ કાઈ પણ ખાધા વગર પેહલાં બે ઈલાયચી નુ સેવન કરી દેવું જોઈએ. ઈલાયચી નું સેવન તમારી માટે દરેક રીતે ખુબજ લાભદાયક છે માટે તમારે તેનું સેવન શરૂ કરી દેવુજ જોઈએ. એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે.
ખાસ કરીને તમારા ફેફસાના રોગોમાં તે ઘણીવાર શ્વસનતંત્રના ઉપચારમાં કુદરતી ઉપચાર તરીકે પણ વપરાય છે તે તમારી જીવનક્ષમતામાં વધારી તમારી ઊર્જા વધારવામાં મદદરૂપ સિદ્ધ થાય છે. તો મિત્રો આ હતા નાનકડી ઈલાયચી ના ઘણા બધા ફાયદા. જો તમે તેનું રેગ્યુલર સેવન કરશો તો જરૂર તમને તેનાથી ઘણો લાભ થશે.