MBBSના વિદ્યાર્થીએ કોરોનાની ટેસ્ટ કીટ ચોરી, બાદમાં નજીવી કિંમતે કીટને વેચી કાંઢી, સમગ્ર માહિતી સાંભળીને તમે પણ ચોંકી જશો.

આ બનાવ સામે આવ્યો છે મેગાસીટી અમદાવાદમાં.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટ કિટની ચોરી થઈ હતી. જે મામલે પોલીસ જાણ થતા પોલીસે તપાસ આરંભી અને પોલીસે ગણતરીના સમયમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. અને આરોપીને તેની કરતૂતને કારણે આજે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

આપને જાણીને નવાઈ લાગશે કે આરોપી એમબીબીએસનો વિદ્યાર્થી છે. અને તેણે જે વ્યક્તિને તે ટેસ્ટ કીટ વેચી છે.તે વ્યક્તિ કોણ છે તેના પણ તપાસ આરંભી છે. કોરોના ટેસ્ટીંગ માટે અલગ અલગ જગ્યાએ ડોમ ઉભા કરવામાં આવ્યા છે..

આ ડોમમાં ડે પણ ટેસ્ટ માટે જેટલી પણ કીટ આવતી હોય છે. તે બધીજ કીટને અર્બલ હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. અને આવીજ રીતે ઘાટલોડીયાના અર્બન હેલ્થ સેન્ટરમાં જે ટેસ્ટકીટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેની ચોરી થઇ. અને આ ઘટનાની જાણ થતાજ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

સમગ્ર મામલે જો વીગતવાર વાત કરીએ તો જે દિવસે ચોરી થઈ ત્યારે એક અજાણી વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટરના રૂમમાં રાખેલી લાલ કલરની થેલી ઉપાડીને ફરાર થઈ ગયો. હેલ્થ સેન્ટર દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો પરંતુ તેમ છતા તે ત્યાથી ભાગી ગયો હતો. જોકે લોકેએ તેની ગાંડીને ફોટો પાડી લીધો અ તેના આધારે પોલીસ આરોપી સુધી પહોચી હતી.

આપને જાણીને નવાઈ લાગશે કે ચોરી કરનાર શખ્સ એમબીબીએસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. અને તેની પાસેથી ટેસ્ટ કીટના 16 જેટલા બોક્સ મળી આવ્યા છે. જે પોલીસે જપ્ત કર્યા છે. સમગ્ર મામલે આરોપી જાણીતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. અને સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે આરોપીના પિતા પણ સરકારી નોકરી કરે છે.

પોલીસે તેની પૂછપરછ કરી તો સામે આવ્યું કે તેણે અગાઉ ફણ આ રીતે ટેસ્ટીંગ કીટની ચોરી હતી. અને તેના મિત્રને તેણે 10 હજાર રૂપિયામાં તે કીટ આપી હતી. અને તેનો મિત્ર પણ માર્કેટીંગ કંપનીમાં નોકરી કરે છે. તેવી માહિતી સામે આવી છે. જોકે પોલીસે આરોપીની પૂછપરછ યથાવાત રાખી છે. કારણકે પોલીસને શંકા છે. કારણકે આરોપીની પૂછપરછમાં હજુ બીજા પણ ઘણા રહસ્યો બહાર આવે તેવી શંકા સેવાઈ રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top