CrimeSurat

રૂપિયાની લેતીદેતી મામલે એક ઈસમે ચપ્પુ અને પાઇપના સપાટા મારીને બે લોકોને લોહીલુહાણ કરી નાંખ્યા હતા

સુરતના કોરોના સંક્રમણ વચ્ચે માંગરોળમાં જાહેરમાં મારામારીનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળના મોટા બાસરા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં એક ઈસમે ચપ્પુ અને ધોકા વડે માર મારીને બે લોકોને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. આ મારામારીનો લાઈવ વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોરોનાના કહેર વચ્ચે આ પ્રકારની ઘટના ખૂબ ગંભીર કહી શકાય. આ બનાવ બાદ પોલીસના પેટ્રોલિંગ અને કોરોના કામગીરી વચ્ચે ગુનાખોરી પર કાબૂ હોવાના પોલીના તમામ દાવા પોકળ સાબિત થયા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી તરફ સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે માંગરોળનો એક હચમચાવી દેનારો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળ નજીકની જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી મામલે એક ઈસમે ચપ્પુ અને પાઇપના સપાટા મારીને બે લોકોને લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. બંને ઈસમોને માર મારી જમીન પર ઢાળી દેવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકો પણ આ અંગે કંઈ કરી શક્યા ન હોય તેમ જાણવા મળી રહ્યું છે. બંને ઈસમોને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

કંપનીમાં કામ કરતાં માસ્તરે પોતાના કારીગરોને રૂપિયા આપ્યા હોય કે લીધા હોય તે રૂપિયાની લેતીદેતીમાં બંનેને જાહેરમાં માર મારવાની ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં બંનેને લોહી નિગળતી હાલતમાં સારવાર અર્થએ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. માર મારવાની ઘટનાની જાણ પોલીસને થતાં 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 108 એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે. બીજા એક બનાવમાં સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સુરતમાં ગુનેગારો બેકાબૂ બની રહ્યા છે. જેનો ભાગ નિર્દોષ અને સામાન્ય લોકો બની રહ્યા છે. અનેક કિસ્સામાં ફરિયાદ કરવા છતાં પોલીસ આવા તત્વો સામે કોઈ કાર્યવાહી નથી કરતી, જેનાથી તેઓ બેફામ બનતા હોય છે. સુરત શહેરમાં બાઇક પર સવાર એક યુવકને જાહેરમાં કેટલાક યુવાનોએ માર મારી દાદાગીરી કરી હોય તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker