આજે આપણે વેટ કરીશું એક એવા વ્યક્તિ વિશે કે જે દેશ નોજ નહીં પરંતુ સમગ્ર દુનિયાનો સૌથી વૃદ્ધ માણસ છે.145 વર્ષના એક ઇન્ડોનેશિયન વૃદ્ધને વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિનો ખિતાબ મળ્યો છે.સમાચાર એજન્સી એફે ન્યૂઝ અનુસાર, સોદીમેજો એટલે કે મહબર ગોથો મધ્ય જાવાના સરગેન ક્ષેત્રના એક ગામમાં રહે છે.
તેમણે પોતાનું ઓળખ કાર્ડ બતાવ્યું જેમાં તેમની જન્મ તારીખ 31 ડિસેમ્બર, 1870 છે.ડચ કોલોનિયલ શાસકોને સોદીમેજોએ પોતાની યુવા અવસ્થામાં જોયા હતા.તેમને ગયે લાંબો સમય થઈ ગયો પરંતુ સોદીમેજો આજે પણ આપણી વચ્ચે છે.
તેઓ દરરોજ એક પેકેટ સિગરેટ પીવે છે અને ઘરની સામે બેસીને રેડિયો સાંભળે છે.તેમની સાંભળવાની શક્તિ લગભગ વઈ ગઈ છે માટે તેમની સાથે વાતચીત કરવાનું ખૂબ જ મુશ્કેલ છે. લોકો તેમને સંભળાય તેટલા માટે ઉંચા અવાજે તેમની સાથે વાત કેર છે અને તેઓ ખૂબ જ ધીમા અવાજે અને ઓછા શબ્દમાં તેનો જવાબ આપે છે.
તેમની દૃષ્ટી પણ નબળી થઈ ગઈ છે.તેમને બતાવવા માટે સામાનને તેમની ખૂબ નજીક લઈ જવામાં આવે છે.તેમનો 46 વર્ષનો પૌત્ર સૂર્યાતોં જણાવે છે કે, તે પોતાના પૌત્રોની સાથે રહે છે,જે તેમની રોજીંદી જરૂરિયાતનું ધ્યાન રાખે છે.
દાંત ન હોવાને કારણે માત્ર હળવો ખોરાક જેમ કે ચોખા અને શાકભાજી જ ખાઈ શકે છે. ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ અથવા અન્ય કોઈ સંગઠન દ્વારા હાલમાં તેમની ઉંમરની પુષ્ટિ કરવાના કોઈ સમાચાર નથી.
સૂર્યાતોએ કહ્યું કે,આ વૃદ્ધ વ્યક્તિએ વિચાર્યું હતું કે તે વર્ષ 1993માં પોતાની આખરી પત્નીના મરવા સુધી મરી જશે. પરંતુ 23 વર્ષ બાદ તે આજે પણ જીવતા છે. તે પોતાની થોડી એવી શક્તિની સાથે વિશ્વને જોઈ રહ્યા છે.આ ખુબજ સારી વાત છે કે જેને આટલી પેઠી જોવા મળી.