રાતોરાત સ્ટાર બનેલા રાનું ને આજે કોણ નથી ઓળખતું.પોતાનું પેટ ભરવા માટે ઠેર ઠેર ગીત ગાઇને પોતાનું ગુજરાન ચલાવતાં રાનુ મંડલ નામના એક મહિલા તેમના ગાયનના વાયરલ થયેલાં વીડિયોને લઇ રાતોરાત વિખ્યાત થવાની સાથોસાથ તેમના કંઠ અને તેના સૂરિલા અવાજને પારખી બોલીવુડમાંથી પણ ગીત ગાવા માટે ઓફર આવતાં મહિલા રાતોરાત ગાયક કલાકાર બની ગયા છે.
પરંતુ ફરી એક વાર આવી જ ઘટનાનું પુનરાવર્તન ભાવનગરમાં થયું છે. મૂળ વેટ કરીએ તો એમ છે કે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કતકપરા ગામના વતની અને ઘરે-ઘરે ગીત ગાઇને પેટીયું રળતા ચકુભાઇ પરમારનો પરિવાર સતત હિજરત કરતો રહે છે. દરમિયાનમાં ગત રોજ આ પરિવાર ભાવનગર પોલીસ લાઇનમાં રહેતાં અને ભાવનગર માઉન્ટેડ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં દિનેશભાઇ બોરીચાના ઘરે ગયો હતો. જ્યાં ચકુભાઇના પત્ની ચંદ્રાબહેન પરમારે નિત્યક્રમ અનુસાર ગીત ગાવાનું શરૃ કર્યું હતું. સંગીત અને ગાયનની ઊંડી સમજ ધરાવતાં પોલીસ કર્મી દિનેશભાઇએ ચંદ્રાબહેનના કોકીલ કંઠને પારખી તેમની પાસે અલગ અલગ ગુજરાતી ગીત ગવડાવ્યા હતા.
આ સિલસીલો યથાવત રાખી રાનુ મંડલની જેમ તેમણે ચંદ્રાબહેન પરમારનો ગીત ગાતો વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયાના સતત વધી રહેલાં પ્રસાર વચ્ચે આ જ માધ્યમના સદઉપયોગ થકી ચંદ્રાબહેનના સૂરિલા સ્વરને પારખી, પીંછાણી તેે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં આ મહિલાને રાતોરાત ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. મહત્વની વાત તો એ છે કે, ચંદ્રાબહેન અને તેમના પરિવારને એક ટંક ખાવા માટે ફાંફા મારવા પડતા હતા તેના બદલે સોશિયલ મીડિયામાં તેના સૂરિલા કંઠના વાયરલ થયેલાં વીડિયોને લઇ ગુજરાતના નામી- અનામી કલાકારો તેના ચાહક બની ગયા છે. એટલું જ નહીં, તેમને વિવિધ સ્થળોએથી ગાયન માટે ઓફર પણ આવવા લાગી છે.તેમનો અવાજ એટલો મધુર છે જે સાંભળી ને તમનેબે ઘડી સાંભળવાનુજ મન થશે.
પોલીસ અધિકારી જણાવે છે.કલાકારને યથાયોગ્ય સ્થાન આપ્યોનો આનંદ.હું કલાનો સાધક છું.મને ગીત અને સંગીતની સમજ છે. એટલે મેં વાદી જ્ઞાાતિમાંથી આવતાં અત્યંત નબળા પરિવારના મહિલાના કંઠમાં રહેલા સૂર અને મધુરતાને પારખી તેની કલાને સમાજ અને પારખુ લોકો વચ્ચે મુકવાનો પ્રયત્ન કર્યો હતો. લોકોએ સ્વૈચ્છાએ આ અવાજને ઉપાડી લીધો છે.અને કાલાકારને યથાયોગ્ય સ્થાન મળ્યું છે. તેનો આનંદ છે. દિનેશભાઇ બોરીચા,વીડિયો વાયરલ કરનાર પોલીસકર્મી.ભાવનગર રેન્જ આઇ.જી,એસ.પી.એ કર્મીની કામગીરી બિરદાવી. ભાવનગર જિલ્લા માઉન્ટેડ પોલીસમાં ફરજ બજાવતાં કર્મચારી દિનેશભાઇ બોરીચા કોકીલ કંઠી ચંદ્વાબેનના સૂરિલા અવાજને સોશિયલ મીડિયાના માઘ્યમથી વિખ્યાત કર્યો છે ત્યારે, પોલીસ કર્મચારીની આ કામગારીને ભાવનગર રેન્જ આઇ.જી.અશોક કુમાર યાદવ તથા એસ.પી.જયપાલસિંહ રાઠૌરે બિરદાવી હતી.
નામી અનામી કલાકારોએ મદદમાટે તૈયાર ગુજ્જુ રાનુ મંડલના ઉપનામથી જાણીતા થયેલાં માણાવદર તાલુકાના કતકપરા ગામના ચંદ્રાબહેન પરમારનો ગીત ગાતો વીડિયો વાયરલ થયા બાદ તેમના સ્વર અને કંઠને લઇ ચોતરફથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. યોગાનુયોગ, યુનિ.ના યુવક મહોત્સવમાં આવેલાં પ્રખ્યાત લોક સાહિત્યકારો માયાભાઇ આહિર, ર્કીિતદાનભાઈ ગઢવી, અભેસિંહ રાઠોડ, અનિલભાઈ વંકાણી તથા હાસ્ય કલાકાર સુખદેવ ધામેલીયા સહિતના નામી અનામી કલાકારોએ ચંદ્રાબહેનના સ્વરને બિરદાવ્યો હતો અને તમામ મદદની તૈયારી પણ દર્શાવી હતી. અને તેઓ એ તેમને આર્થિક રીતે મદદરૂપ થવાનું પણ જણાવ્યું છે.
ભાવનગર પોલીસ અધિકારીઓની મદદથી. કોકીલ કંઠી અને ગુજરાતના રાનુ મંડલ તરીકે ઉભરતા કલાકાર ચંદ્વાબેન પરમારને તમામ પ્રકારની મદદ કરવાની ભાવનગર રેન્જ આઇ.જી. યાદવ તથા એસ.પી. રાઠૈરે તૈયારી દર્શાવી છે. તેમણે વ્યકિગત રૃપે જેટલી મદદની જરૃર હશે તે મદદ આપી તેમની કલાને યોદ્ય સ્થાન મળે તે દિશામાં કાર્યવાહી થાય તેવા પ્રયત્નોમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવી હતી. આપના માટે આ ખુબજ ગર્વ ની વાત છે. આ ગુજ્જુ ને હવે આપણે જ વધારે આગળ મોકલવાની છે. માટે આપણે પણ તેઓને સાથ સહકાર આપવો જોઈએ.