મહેસાણાઃ દારૂ ભરેલી કારની લક્ઝરી બસ સાથે થઇ ટક્કર, લોકોએ ચલાવી દારૂની લૂંટ

મહેસાણા નજીક લક્ઝરી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે દારૂ ભરેલી કાર ફંગોળાઇને રોડ વચ્ચે ઊભી થઇ ગઇ હતી.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મહેસાણા નજીક લક્ઝરી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે દારૂ ભરેલી કાર ફંગોળાઇને રોડ વચ્ચે ઊભી થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા કાર પાસે દોડી આવ્યા હતા. અને કારમાં રહેલા દારૂની બોટલો ઉઘાડી લૂંચ ચલાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં મોઢેરા પોલીસ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા નજીક આવેલી મોટપ ચોકડી પાસે આજે શનિવારે સવારે લક્ઝરી બસ અને કરા વચ્ચે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં દારૂ ભરેલી કાર ફંગોળાઇને રોડ વચ્ચે પડતા દારીની બોલટો રોડ ઉપર વિખેરાઇ હતી.

જેના પગલે સ્થાનિક લોકોના ટોળા કાર પાસે આવીને કારમાં રહેલી દારૂની બોટલોની ઉઘાડી લૂંચ ચલાવી હતી.

આ અંગે જાણ થતાં મોઢેરા પોલીસ સ્થળ ઉપર આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેના ભાગ રૂપે પોલીસે લક્ઝરી બસ અને કારનો કબજો મેળવ્યો હતો.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here