Surat

મેમો મળવાથી ઉશ્કેરાયેલા યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં જ સળગાવી દેવામાં આવ્યું બાઈક, પછી જોવા જેવું થયું…

સુરતના ઉધનાથી વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં મેમાથી કંટાળેલ વ્યક્તિ દ્વારા પોતાના સાધના સળગાવી દેવાનું પગલું ભરવામાં આવ્યું છે. સુરતના ઉધના શહેરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી હતું. આ દરમિયાન પોલીસ દ્વારા એક યુવકને રોકવામાં આવ્યો હતો.

ટ્રાફિક નિયમન ભંગ બદલ પોલીસ દ્વારા તેનું વાહન ડિટેઈન કરવામાં આવ્યું હતું. યુવકને પોલીસ દ્વારા RTO નો મેમો આપવામાં આવ્યો હતો. જેના કારણે યુવક ઉશ્કેરાઈ ગયો હતો. તેના કારણે તેને પોલીસ સાથે આ બાબતમાં રકઝક પણ કરી હતી. ત્યાર બાદ તેનો ગુસ્સો આવી ગયો અને તેણે ઉધના પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જ પોતાની બાઈકને સળગાવી દીધી હતી.

આ બાબત કંઈક આ પ્રકાર રહી જેમાં ઉધના પોલીસ દ્વારા સાંજે પોલીસ સ્ટેશન પાછળ ડિંડોલી બ્રીજના છેડે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન આ યુવક ત્યાં બાઈક લઈને પસાર થઈ હતો. તેની બાઈકની આગળની નંબર પ્લેટ ન હોવાના કારણે પોલીસ દ્વારા તેને રોકી લેવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા આ યુવક પાસેથી બાઈકના ડોક્યુમેન્ટ્સ અને લાઈસન્સ માંગવામાં આવ્યું હતું. યુવક પાસે આ ડોક્યુમેન્ટ નહોતા. તેના કારણે પોલીસ દ્વારા તેનું બાઈક ડિટેઈન કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા બાઈક ચાલક સુમિત પટેલને RTO નો મેમો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન સુમિત અને પોલીસ વચ્ચે મેમોને લઈને રકઝક જોવા મળી હતી.

યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ભારે હંગામા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો જોવા માટે પણ આવી ગયા હતા. તેમ છતાં, ભૂલ પોતાની હોવાથી કાયદાકીય રીતે જોવામાં આવે તો બાઈક ચાલકને દંડ ભરવો પડે તેમ છતા તે પોલીસને જવાબ આપવા લાગ્યો હતો.

ત્યાર બાદમાં તે ઉશ્કેરાય ગયો અને ગુસ્સામાં તેણે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જ બાઈકની પેટ્રોલની ટાંકીની નીચે આવેલી પાઈપ કાપી નાખી તેને સળગાવી દીધુ હતું. જેના કારણે પોલીસ દ્વારા આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પછી પોલીસ દ્વારા સુમિત સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં, આ કારનામુ કરવું સુમિત પટેલને જ ભારે પડ્યું છે. જેમાં બાઈક સળગાવવાના કારણે યુવક ગુનામાં જ ભરાઈ ગયો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker