લગ્ન જીવન ની અમુક માહિતી તમને આપીશું લગ્ન જીવન ટકાવી રાખવા માટે સૌથી પહેલા તો પાર્ટનર પર ભરોસો હોવો જોઈએ તમે જેમને દિલ થી ચાહો છો તેની પર વિશ્વાસ કરો વિશ્વાસ તૂટતા ની સાથે જ કકરાટ ચાલુ થાય છે જો તમે તમારા પાર્ટનર નો વિશ્વાસ 1 વાર ખોઈ દેશો તો પછી એ તમારા પર બધી વાર સક કરશે અને એના લીધે પહેલા તો કકરાટ ચાલુ થશે, લગ્ન જીવન નો પહેલો પ્રભાવ માણસ ના જીવન પર ખૂબ મોટો પડે છે અમુક લોકો તેમનું સંતુલન ખોઈ બેસે છે તો આવો જાણીએ એ કઈ બાબતો છે જે ધ્યાન માં રાખશો તો આવું વિશ્વાસ ઘાત ની ભાવના નઈ થાય લગ્ન જીવનને સારી રીતે ચલાવવા માટે પતિ – પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોવો ખુબ જ જરૃરી છે, પણ જયારે બંને વચ્ચે કોઇ કડવાશ વધવા લાગે તે સ્થિતિ લગ્નજીવન માટે ઘાતક બની જાય છે.
કયારેક તો કોઇ ને કોઇ કારણોસર લગ્નજીવનમાં ત્રીજી વ્યકિતનો પ્રવેશ પણ થઇ જાય છે. જો કે લગ્ન બાદ કેટલાય પુરૃષો બીજી મહિલાઓમાં આકર્ષણનું કેન્દૃ બને છે. જો કે કેટલીય વખત મહિલાઓ પણ બીજા પુરૃષના આકર્ષણનું કેન્દૃ બનતી હોય છે.તો આવો જાણીએ કે મહિલાઓ કયા કારણોને લીધે બીજા પુરૃષો તરફ આકર્ષાય છે.
કેટલીય વખત જયારે છોકરીના લગ્ન તેની ઇચ્છા વિરૃધ્ધ બીજી વ્યકિત સાથે કરવામાં આવે છે ત્યારે તે પોતાના પહેલા પ્રેમને ભૂલી શકતી નથી. પોતાના ભુતકાળને ભૂલી નહી શકતા તે તેના નવા સાથીદાર સાથે કયારે પણ ભાવનાત્મકતાથી જોડાઇ શકતી નથી એટલે તે તેના એ પહેલા પ્રેમ તરફ આકર્ષાય છે.
લગ્નજીવન રસવિહિન થતા
લગ્નજીવનમાં કેટલીય વખત પતિ તરફથી પ્રેમ અને સાથી માટે સમય નહી મળતા સ્ત્રીઓ પોતાના લગ્નજીવનથી કંટાળી જાય છે અને એ દરમિયાન કોઇ અન્ય પૃરૃષ એનું ધ્યાન રાખવા માંડે તો તેના તરફ આકર્ષાય છે. આ કારણે જ લગ્નજીવનમાં કડવાશ ઉભી થવા લાગે છે.
એકલતાનો અનુભવ
કેટલીય વખત સ્ત્રીઓ ભાવનાત્મક રીતે એકલતાનો અહેસાસ કરે છે અને આ એકલતાને દુર કરવા માટે તે બીજી કોઇ વ્યકિતનો સહારો લેવા માંડે છે. સામાન્ય રીતે મહિલાઓને તેના પતિ તરફથી પ્રેમ, સન્માન અને સાથે ઉઠવા બેસવાનો સમય મળતો હોતો નથી તેવા સંજોગોમાં તે એકલતા અનુભવતી હોય છે.
બદલાની ભાવના
કેટલીય વખત મહિલાઓને એના સાથીની વાતોથી એટલો બધો આંચકો લાગે છે એટલે તે તેના પતિ સામે બદલો લેવા માટે બીજા સાથે સંબંધ કરી લ્યે છે.
મિત્રો તમને જણાવીયે તમે તમારા પાર્ટનર માટે પૂરતો સમય આપો એને માંન આપો અમુક ટાઈમ કાઢી ને કોઈ ટ્રીપ નું આયોજન કરો આવું કરવાથી તમારા પાર્ટનર તમને વધુ ચાહવા લાગશે તમે એને અમુક સરપ્રાઈઝ આપો પ્રેમ વસ્તુ જેટલું આપશો તેવું પામશો એ સત્ય જ છે.