હવામાન વિભાગ આગાહી: રાજ્ય આ તારીખથી ફરી જામશે વરસાદી માહોલ

રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ બ્રેક લાગ્યો છે. રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 37.09 ટકા જ વરસાદ પડ્યો છે. જયારે રાજ્યમાં વરસાદની 48 ટકા ઘટ રહેલી છે. તેમ છતાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હવે ફરી ચોમાસુ જામશે. હવામાન વિભાગની આગાહી દ્વારા રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ગુરૂવારથી શનિવાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાયેલ છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ ગુરૂવારના નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે શુક્રવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેની સાથે શનિવારના ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

જ્યારે આ સિવાય કેટલાક જિલ્લામાં ગુરૂવારથી શનિવાર સુધી 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાવાની શક્યતા છે. તેની સાથે ગુજરાતના આ તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગર જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ રહેલી છે.

કચ્છ ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 31.74 ટકા વરસાદ નોંધાયો..તો ઉત્તર ગુજરાતમાં 31.26 ટકા, મધ્ય ગુજરાતમાં 34.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.01 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે..વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં છે.

Scroll to Top