ઉનાળામાં તંદુરસ્ત રહેવા માટે આરોગ્યપ્રદ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવામાન ગમે તે હોય, નિષ્ણાતો હંમેશાં ડ્રાયફ્રૂટ્સ ખાવાની ભલામણ કરે છે. ડ્રાયફ્રૂટ કે સુકામેવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ ઉનાળામાં તેમનું સીધું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે. તેથી, ઉનાળામાં લોકો એ પોતપોતાની તાશીર પ્રમાણે ડ્રાયફ્રૂટ્સનું અલગ અલગ રીતે સેવન કરવું જોઈએ.
ડ્રાયફ્રૂટ્સ ની તાશીર ગરમ હોય છે. તેથી ઉનાળામાં મર્યાદિત માત્રામાં ડ્રાયફ્રૂટનું સેવન કરવું જોઇએ. તમે ઉનાળામાં ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાઈ શકો છો.
ઉનાળા માં બદામ કઈ રીતે ખાવી જોઈએ?
બદામની તાસીર ખૂબ જ ગરમ હોય છે. તેથી શિયાળામાં બદામ સામાન્ય રીતે ખાઈ શકાય, પરંતુ ઉનાળામાં હંમેશા પલાળીને બદામનું સેવન કરવું જોઈએ. બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો, સવારે બદામની છાલ કાઢીને ખાઓ. તેનાથી બદામની તાસીર નોર્મલ થઈ જાય છે, જેનાથી શરીરને નુકસાન થતું નથી. પુખ્ત વયના લોકોએ ઉનાળામાં 3-5 બદામ ખાવી જોઈએ. નાના બાળકોને માત્ર 2 બદામ જ ખવડાવવી જોઈએ.
ગરમીમાં કિસમિશ કઈ રીતે ખાવી જોઈએ?
કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કાળા કિશમિશ, લાલ કિશમિશ અને સોનેરી કિશમિશ વગેરે સહિત અનેક પ્રકારના કિશમિશ હોય છે. તમામ પ્રકારની કિસમિસ ગરમ હોય છે. તેથી, ઉનાળાની ઋતુમાં હંમેશા પલાળીને ખાવી જોઈએ. જેનાથી કિસમિસની તાસીર નોર્મલ થઈ જાય છે, આવી રીતે પિત્ત પ્રકૃતિ વાળા લોકો પણ તેનું સેવન આરામથી કરી શકે છે.
ગરમીમાં મુનક્કા કઈ રીતે ખાવી જોઈએ?
મુનક્કા આયર્ન, ફાઇબર અને પોટેશિયમનો ખૂબ જ સારો સ્રોત છે. મુનક્કા શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. ઉનાળામાં મુનક્કાનું સેવન પણ પલાળીને કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર, દરેક પ્રકૃતિના લોકો મુનક્કા પલાળીને ખાઇ શકે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે. નાના બાળકોને પલાળીને ખવડાવી શકાય છે. મુનક્કા પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે.
ઉનાળાની ઋતુ માં અખરોટ ખાવા જોઈએ?
અખરોટ આયર્ન, કેલ્શિયમ, કોપર અને ઓમેગા-3 ફેટી એસિડ્સથી સમૃદ્ધ હોય છે. અખરોટની તાસીર એકદમ ગરમ હોય છે. શિયાળામાં અખરોટ ખાવાથી ખૂબ લાભ થાય છે. ઉનાળામાં અખરોટ ખાવી હોય તો આખી રાત પલાળી રાખો અને પછી સવારે તેનું સેવન કરો. પરંતુ પિત્ત પ્રકૃતિના લોકોએ ઉનાળામાં અખરોટ ભૂલથી પણ ન ખાવા જોઈએ.
ઉનાળામાં અંજીર ખાવાની સાચી રીત.
મોટાભાગના લોકો માને છે કે સૂકા અંજીર ફક્ત ઠંડા હવામાનમાં જ ખાઈ શકાય છે. પરંતુ જો તમે ઇચ્છો તો ઉનાળામાં પણ અંજીરનું સેવન કરી શકો છો. આ માટે તમારે માત્ર અંજીર ખાવાની રીત જ બદલવી પડશે. 1-2 અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તેને ખાવ. જે લોકોની તાસીર ગરમ હોય તેમણે ઉનાળામાં અંજીરનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેની તાસીર અત્યંત ગરમ હોવાથી તે શરીરમાં પિત્ત વધારી શકે છે. અંજીરને પલાળીને ખાવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે.પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેણે અવોઈડ કરવા જોઈએ.
ઉનાળામાં તમે ડ્રાઇફ્રૂટના બદલે તાજા ફાળો નો આનદ લઈ શકો છો કારણકે ઉનાળો એ કેરી, તરબૂચ, સાકરટેટી અને દ્રાક્ષ જેવા રસમધુર ફળો ની ઋતુ છે અને આ ફાળો નું સેવન તમારા શારિર માટે ખૂબ ફાયદાકારક છે.