PAK બોર્ડર પર બનેલા આ રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું, મિયાં કા બડા હવે બની ગયું મહેશ નગર

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર પાસે સ્થિત મિયાં કા બડા રેલવે સ્ટેશન હવે મહેશ નગર રેલવે સ્ટેશન તરીકે ઓળખાશે. કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને કૈલાશ ચૌધરીની હાજરીમાં શનિવારે એક ભવ્ય નામ પરિવર્તન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાંબા સમયથી હતી નામ બદલવાની માંગ

આ પ્રસંગે જોધપુરના સાંસદ શેખાવતે કહ્યું, ‘ગામનું નામ બદલવાની માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો પાસેથી NOC મેળવ્યા પછી જ નામ બદલી શકાય એમ હતું. ગ્રામજનોની લાગણી મુજબ હવે રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે તેથી અમે પણ ખુશી વહેંચવા આવ્યા છીએ.’

વર્ષ 2018માં ત્રણ ગામોના નામ બદલાયા

2018માં રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ત્રણ ગામોના નામ બદલવામાં આવ્યા હતા. મિયાં કા બડા ગામનું નામ બદલીને મહેશ નગર કરવામાં આવ્યું. આ ઉપરાંત, અન્ય બે ગામો – ઈસ્માઈલ ખુર્દ અને નારપાડા – ના નામ બદલીને પિચનાવા ખુર્દ અને નરપુરા કરવામાં આવ્યા હતા. કૈલાશ ચૌધરીએ કહ્યું, “મિયાંના બડા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને મહેશ નગર કરવું એ સ્થાનિક સાંસ્કૃતિક ઓળખને જાળવવા માટે જરૂરી પગલું છે.”

તેમણે કહ્યું, ‘સ્થાનિક લોકો માટે આ એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર વિકાસ અને પ્રગતિની સાથે આવા સાંસ્કૃતિક પરિવર્તનો લાવવા માટે પ્રતિબદ્ધ છે.’

Scroll to Top