સીરિયાના ઉત્તરી શહેરમાં રોકેટ હુમલો, છના મોત, 12થી વધુ ઘાયલ

ગુરુવારે તુર્કી સમર્થિત વિદ્રોહીઓ દ્વારા નિયંત્રિત ઉત્તરીય સીરિયાના એક શહેર પર રોકેટ હુમલામાં છ નાગરિકોના મોત થયા અને 12 થી વધુ ઘાયલ થયા છે. સીરિયાના બચાવકર્મીઓએ આ માહિતી આપી હતી. બંને પક્ષોએ હુમલા માટે યુએસ સમર્થિત સીરિયન કુર્દિશ દળોને જવાબદાર ઠેરવ્યા છે.

અગાઉ પણ થતા રહયા છે હુમલા
આફરીન શહેર 2018થી તુર્કી અને તેના સાથી સીરિયન વિદ્રોહીઓ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ત્યારથી આફરીન અને આસપાસના ગામમાં હુમલાઓ કરવામાં આવે છે. અંકારા કુર્દિશ દળોને આતંકવાદી માને છે જેઓ તુર્કીની સરહદે સીરિયાના વિસ્તારને નિયંત્રિત કરે છે.

ISએ તેના સાથી આતંકીઓને છોડાવવા માટે જેલ પર હુમલો કર્યો
ન્યુઝ એજન્સી અનુસાર, ઉત્તરપૂર્વ સીરિયામાં કુર્દિશ સંચાલિત જેલ પર દાએશે હુમલો કર્યો. આ હુમલો તેના સાથી આતંકવાદીઓને બચાવવા માટે કરવામાં આવ્યો હતો. ગુરુવારે, ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ તેમના સાથી આતંકવાદીઓને મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉત્તરપૂર્વ સીરિયામાં કુર્દિશ સંચાલિત જેલ પર હુમલો કર્યો. આ માહિતી એક વોર મોનિટર દ્વારા આપવામાં આવી છે. કુર્દિશની આગેવાની હેઠળની સીરિયન ડેમોક્રેટિક ફોર્સે આ વાતની પુષ્ટિ કરી છે પરંતુ હુમલામાં કેટલા કેદીઓ ભાગી ગયા છે તે જણાવ્યું નથી.

જેલના મુખ્ય દરવાજા પર વિસ્ફોટ
બ્રિટિશ માનવ અધિકારો માટે કામ કરતી સીરિયન ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, ઘવેરાન જેલના પ્રવેશદ્વાર પર વિસ્ફોટ થયો હતો અને આસપાસના વિસ્તારમાં બીજો વિસ્ફોટ થયો હતો. આ પછી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ જેલની સિક્યુરિટી પર હુમલો કર્યો. સીરિયામાં તેના નેટવર્કમાંથી મળેલી માહિતીના આધારે તેમણે કહ્યું કે ઘણા કેદીઓ ભાગવામાં સફળ થયા છે. ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દુલ રહેમાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ઘવેરાન ઉત્તરપૂર્વીય સીરિયામાં દાએશ દળ માટે સૌથી મોટા આવાસ સ્થળો પૈકીનું એક છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો