આ વ્યક્તિ પર જાહેર કર્યું 50 લાખનું ઇનામ, જાણો કોણ છે આ ખૂંખાર માણસ..

રવિવારે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જેમાં એક ખતરનાક નક્સલવાદી મિલિંદ તેલતુમ્બડે પણ માર્યો ગયો હતો. પોલીસે જંગલમાંથી 26 નક્સલવાદીઓના મૃતદેહ મેળવ્યા છે. મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટે આ ઓપરેશન પાર પાડ્યું છે.

મિલિંદ તેલતુમ્બડે લગભગ ત્રણ દાયકાથી નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેના માથા પર 50 લાખ રૂપિયાનું ઇનામ હતું. તે યવતમાલના વાણી ગામનો રહેવાસી હતો. મિલિંદ તેલતુમ્બડે સીપીઆઈ ના કેન્દ્રીય સમિતિના સભ્ય હતા. એલ્ગર પરિષદ કેસમાં મિલિંદ તેલતુમ્બડે ફરાર હતો. આ જ કેસમાં મિલિંદ તેલતુમ્બડેના ભાઈ આનંદ તેલતુમ્બડેની ધરપકડ કરવામાં આવી છે. મિલિંદ તેલતુમ્બડેની પત્નીની પણ ૨૦૧૧ માં ધરપકડ કરવામાં આવી હતી. મિલિન્દ તેલતુમ્બડે પણ જામભૂલખેડા વિસ્ફોટનો આરોપી હતો.

પોલીસ કમાન્ડો ટીમને બાતમી મળી હતી કે છત્તીસગઢના જંગલોમાંથી કેટલાક નક્સલવાદીઓ ગઢચિરોલી જઈ રહ્યા છે. આ એન્કાઉન્ટર ગ્યારાપટ્ટીના જંગલી વિસ્તાર ધનોરામાં થયું હતું. જ્યારે પોલીસની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. કમાન્ડોને જોઈને નક્સલીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યા બાદ તેઓ જંગલ તરફ ભાગી ગયા હતા. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને બધા ની સ્થિતિ સામાન્ય છે.

Scroll to Top