ભારત અને ચીન વચ્ચે 9 થી 11 એપ્રીલે સૈન્ય સ્તરે યોજાશે બેઠક, આ અગત્યના મુદ્દે થશે ચર્ચા…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

છેલ્લા ઘણા મહિનાઓથી સરહદ પર ચીન અને ભારત વચ્ચે વિવાદ સર્જાયો છે, ગલવાન ઘાટીમાં જે સમયે હિંસા થઈ હતી તે સમયે ભારતના ઘણા જવાનો શહિદ પણ થયા હતા હવે આ મુદ્દે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સીમા વિવાદમા લઈને દેશના સૈન્ય સ્તરો વચ્ચે 11મી બેઠક યોજાવાની છે.

આ વખતે પણ ભારતજ શાંતી ઈચ્છી રહ્યું છે જેથી ભારત દ્વારા વાતચીત કરવાનો પ્રસ્તાવ મુકાવામાં આવ્યો છે. 9 એપ્રિલના રોજ બેઠક બોલાવામાં આવી શકે છે. જે બેઠકમાં સીમા વિવાદનો ઉકેલ લાવવામાં આવશે અગાઉ પણ સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે 10 બેઠકો થઈ ગઈ છે. તેમ છતા ચીન સાથે કોઈ સમાધાન નથી થયું જેથી હવે 11મી વખત બેઠક યોજવામાં આવશે.

ખાસ કરીને આ બેઠકમાં ગોગરા હાઈટ્સ, સીએનસી જંકશન અને ડેપ્સાંગ પ્લેન વિસ્તારના ચાલી રહેલા વિવાદને ઉકેલાનો પ્રયાસ કરવામાં આવશે. ભારત તરફથી એ વતો ચીનને સ્પષ્ટ રીતે કહી દેવામાં આવી છે. કે આપણો દેશ પીછેહટતો નથીજ કરવાનો. જેથી બન્ને દેશો જ્યારે સાથે પીછેહટ કરશે. ત્યારેજ પરિસ્થિતીનો ઉકેલ આવી શકશે.

જોકે બન્ને દેશો વચ્ચે આ 11મી બેઠક થવાની છે. જેમા બંન્ને સૈન્ય સત્રના પ્રમુખો વાતચીતને હવે સફળતાથી પતાવા ઈચ્છે છે જે રીતે ફેબ્રુઆરીમાં પેંગોગ લેક એરિયામં બન્ને દેશોએ તેમના વિસ્તારનું એસૈન્યીકરણ કર્યું હતું તેના કારણે સૈનિકોને વળી પાછી વિવાદીત સરહદ પર એકઠા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સીમા વિવાદને વાતચીતથી ઉકેલવામાં આવશે.

ભારત ડેપ્લાંસ પ્લેન્સ એરિયા પર વિસ્તાર પૂર્વક વાતચીત કરવા ઈચ્છે છે અને ત્યા આગળ ચીને 3 હજાર કરતા પણ વધાલે સૈનિકોને ભારે સૈન્ય સાથે જમા રાખ્યા છે. ફેબ્રુઆરીમાં બન્ને દેશોએ પેંગગો લેકની આસપાસ પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા હતા અને હવે ત્યા પહેલા જેવી શાંતિ વાળી સ્થિતી સર્જાય તેવું બન્ને દેશ ઈચ્છી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે ગલવાન ઘાટીમાં થયેલા હુમલા બાદ ભારતે ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક કરી હતી અને ભારતે ચીનની 100 કરતા વધારે એપ્લકેશનો બેન કરી દીધી જેના કારણે ચીનને ભારે ફટકો પડ્યો હતો જેના કારણે તેને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. જોકે હજુ પણ ભારત દ્વારા તે બધીજ એપ્લીકેશનોને બેન રાખવામાં આવી છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here