દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને, રેલ્વે હવે કોઈપણ પ્રકારની બેદરકારી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું નથી. દેશમાં કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને, લોકોને કોરોના માર્ગદર્શિકાને અનુસરવાની સલાહ આપવામાં આવી રહી છે.
કોરોનાના વધતા આંકડાને ધ્યાનમાં રાખીને હવે રેલવે મંત્રાલયે રેલ્વે સ્ટેશન અને ટ્રેનની અંદર માસ્ક નહીં પહેરનાર લોકો સામે સખ્ત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ રેલ્વે સ્ટેશન પરિસરની અંદર અને રેલ્વેમાં મુસાફરી દરમિયાન જો કોઈ પણ માસ્ક વગર જોવા મળે છે તો તેના પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
રેલ્વે મંત્રાલયે તમામ ઝોનોના જનરલ મેનેજરોને જારી કરેલા ઓર્ડરમાં કહ્યું છે કે, તમામ મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તે રેલવે સ્ટેશનમાં એન્ટ્રી દરમિયાન અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે માસ્ક જરૂર પહેરીને આવે. એટલું જ નહીં, રેલ્વેએ સફાઇને ધ્યાનમાં રાખીને મુસાફરો અથવા અન્ય સ્ટાફ દ્વારા થૂંકવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. રેલ્વેમાં પોતાના આ નિર્ણય હેઠળ પ્રતિબંધોનું પાલન ન કરનાર જેમકે થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા નો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. આ આદેશ આગામી 6 મહિના માટે રેલ્વે દ્વારા જારી કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ પહેલા કરતા ખરાબ થઈ ગઈ છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ રેશ્મા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડ 45 લાખ 26 હજાર 609 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1341 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી 1 કરોડ 26 લાખ 71 હજાર 220 લોકોની રિકવર થઈ ચુક્યા છે, જ્યારે આ સમયમાં 16 લાખ 79 હજાર 740 સક્રિય કેસ રહેલા છે. છેલ્લા 24 કલાકમાં થયેલ મોતો બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 75 હજાર 649 થઈ ગઈ છે.