બ્લેક એન્ડ વ્હાઇટ યુગની દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 79 વર્ષની ઉમરે અવસાન

હિન્દી ફિલ્મ જગતથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અભિનેત્રી મીનુ મુમતાઝનું ૭૯ વર્ષની ઉમરે અવસાન થઈ ગયું હતું. તેમનું કેનેડામાં અવસાન થઈ હોવાની જાણકારી સામે આવી છે. તેમના ભાઈ અનવર અલી દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. તેમને ફિલ્મ બિરાદરી, પ્રેસ, મીડિયા, ચાહકો, મિત્રોને મીનુ પર પ્રેમ વરસાવ્યો તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જયારે મીનુ મુમતાજ બોલિવૂડના દિગ્ગજ કલાકાર અને કોમેડિયન મહમૂદની બહેન હતા. 26 એપ્રિલ 1942 ના રોજ મીનુનો જન્મ થયો હતો. તેમણે બાળપણથી જ ડાંસની ટ્રેનિંગ લીધી હતી. મહમૂદનો સંપૂર્ણ પિરવારથી ફિલ્મો જોડાયેલ હતો એવામાં મીનુ પણ ફિલ્મોમાં આવી ગઈ હતી.

તેમણે દેવિકા રાણીએ ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. દેવિકા રાણીએ મીનુને બોમ્બે ટોકીઝમાં ડાન્સર તરીકે રાખી લેવામાં આવ્યા હતા. મીનુ મુમતાજ દ્વારા બોલીવુડમાં ફિલ્મ ‘ઘર ઘર મેં દિવાલી’ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ વર્ષ ૧૯૫૫ માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે ગામમાં રહેનારી એક ડાન્સરની ભૂમિકા નિભાવી હતી. તેમ છતાં આ ફિલ્મથી મીનુ મુંમતાજને ખાસ સફળતા મળી નહોતી.

ફિલ્મ ‘સખી હાતિમ’ થી તેમને રીયલ ઓળખ હતી. તેમાં તેમણે જલપરીનું પાત્ર નિભાવ્યું હતું. વર્ષ ૧૯૫૮ માં આવેલી ફિલ્મ ‘હાવડા બ્રીઝ’ માં સગા ભાઈ મહમૂદની સાથે તેમને પરદા પર રોમાન્સ પણ કર્યું હતું. પરદા પર ભાઈ-બહેનના રોમાન્સને જોઇને ચાહકો ખૂબ ભડકયા હતા અને તેમની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી.

Scroll to Top