યુવકને યુવતીનો ભાવ પૂછવો પડ્યો ભારે, પછી યુવતીઓએ અક્કલ ઠેકાણે લાવી લીધી

સોશિયલ મીડિયા પર ગઈ રાત્રીના દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાંથી સામે આવેલા વીડિયોને લઈને વિવાદ ઉભો થયો છે. મોડી રાતે રસ્તા પર કેબની રાહ જોઈને નોર્થ-ઈસ્ટની યુવતીઓ સાથે કેટલાંક રોડ રોમિયોએ ગેરવર્તણૂક કરતા જોવા મળ્યા હતા. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલીક યુવતીઓ રસ્તા વચ્ચે જ આ રોડ રોમિયોને ખરૂ ખોટુ સંભળાવતી જોવા મળી રહી છે. યુવતીઓ દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે, આ રીતે કોઈને પણ તમે રેટ પૂછી લો છો? તમારા ઘરમાં શુ મા-બહેન નથી.

ઘટના કઈંક આ પ્રકાર બની છે કે, લેટ નાઈટ પાર્ટી માટે પ્રખ્યાત દિલ્હીનો હૌજ ખાસ વિસ્તાર મોટાભાગે ચર્ચામાં બન્યો રહે છે. વીડિયો વાઇરલ થયા બાદ કેટલીક યુવતીઓ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે, પાર્ટી બાદ ઘરે પરત ફરતી વખતે અહીં હાજર કેટલાક યુવકોના ગ્રૂપ દ્વારા તેમની સાથે દુરવ્યવહાર કરવામાં અને તેમનો ભાવ પૂછવામાં આવ્યો હતો. યુવતીઓએ પણ આ યુવકોને જોરદાર રીતે જવાબ આપ્યો, ત્યાર બાદ આ યુવકો વીડિયોમાં માફી માંગતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા જ બે પીડિત યુવતીઓ દ્વારા આ રાતે થયેલી ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. એક યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું મારા મિત્રો સાથે હૌજ ખાસ વિલેજ પર પાર્ટી કરવા માટે ગઈ હતી. પાર્ટી સમાપ્ત થયા બાદ અમે કેબ અને અન્ય મિત્રોની રાહ જોઈ રહ્યાં હતાં. તે દરમિયાન રાતના લગભગ 10 વાગ્યા હતા. ત્યારે કેટલાંક રોડ રોમિયો અમારી પાસે આવી ગયા હતા. એમાના એક વ્યકિતે પૂછ્યું કે, રેટ ક્યા હૈ? આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ હતી.

યુવતી દ્વારા પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જ્યારે તેઓએ બૂમાબૂમ કરી તો આ રોડ રોમિયો ભાગવા લાગ્યા હતા, પરંતુ અમારી મદદે કોઈ આવ્યું નહોતું. અમે છેલ્લાં ચાર પાંચ વર્ષથી દિલ્હીમાં વસવાટ કરીએ છીએ, પરંતુ આવું ક્યારેય અમારી સાથે બન્યું નથી. અમારા બૂમબરાડા બાદ આ યુવકોનું ગ્રૂપ સોરી સોરી કહેતા ભાગવા લાગ્યું હતું. ત્યાર બાદ અમે પોલીસને જાણ કરીને બોલાવી લીધી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જ્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષતા સ્વાતિ માલીવાલ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ યુવતીઓ સાથે બનેલી ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે, DWC દ્વારા આરોપીઓ વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરાઈ છે. સ્વાતિ માલીવાલે વીડિયોના કેપ્શનમાં જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક શરમજનક વીડિયો જોવા મળ્યો છે. જેમાં નોર્થ ઈસ્ટની કેટલીક યુવતીઓએ યુવકોના એક ગ્રૂપ પર વંશવાદ અને યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ યુવકો દ્વારા યુવતીઓને પૂછવામાં આવ્યું કે, તુમ્હારા રેટ ક્યાં હૈ? આ ગંભીર ઘટના કહેવાય. દિલ્હી પોલીસને FIR દાખલ કરવા માટે એક નોટિસ પણ મોકલવામાં આવી છે.

Scroll to Top