રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને મિસ બમબમની પહેલી મુલાકાત 2018માં થઈ હતી. પુતિને તેમને ભવિષ્યમાં રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું અને તેમની સાથે ખૂબ જ આતિથ્યશીલ હતા. પરંતુ પુતિન સાથે ડિનર કરનાર મિસ બમબમ હવે તેને ‘સનકી’ કહી રહી છે. આખરે, આ મિસ બમબમ કોણ છે અને પુતિન સાથે તેનો શું સંબંધ છે? તે ડિનરમાં એવું શું થયું કે તેને પુતિન એક ‘હિંસક મનોરોગી’ લાગ્યા?
રિપોર્ટ અનુસાર, બ્રાઝિલની સુઝી કોર્ટેઝ જ્યારે ‘વર્લ્ડ કપ ઈવેન્ટ 2018’ માટે રશિયા પહોંચી ત્યારે પુતિનને મળી હતી. મિસ બમબમ એ બ્રાઝિલની સૌંદર્ય સ્પર્ધા છે જેનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આમાં, તે મહિલા વિજેતા બને છે જેના હિપ્સ દેશમાં શ્રેષ્ઠ હોય છે. મિસ બમબમ સ્ટાર સુઝી અને પુતિનનો પરિચય CBF (બ્રાઝિલ ફૂટબોલ કન્ફેડરેશન) ઇવેન્ટ દ્વારા થયો હતો. સુઝીએ વર્લ્ડ કપ ઈવેન્ટ દરમિયાન પુતિન સાથે ડિનર લીધું હતું જેમાં તે ઘણી અસહજ થઈ ગઈ હતી. હવે મિસ બમબમે તેના અસ્વસ્થ અનુભવ વિશે જણાવ્યું છે.
પુતિને મિસ બમબમનો હાથ દબાવ્યો
પ્રેસ સાથે વાત કરતાં સુઝીએ કહ્યું, ‘પુતિને મારો હાથ દબાવ્યો અને થોડીવાર મારી સામે તાકી રહ્યો, જેનાથી હું થોડી ડરી ગઈ.’ તેણે કહ્યું, ‘તે જાણે સિંહાસન પર બેઠો હોય તેમ બેસતો હતો. જ્યારે પણ તે મને કંઈક કહેવા માંગતો ત્યારે તે પહેલા તેના સેક્રેટરીને કહેતો અને પછી તેનો સેક્રેટરી મારી પાસે આવતો અને મને કહેતો કે તેણે શું કહ્યું છે. સુઝીએ જણાવ્યું કે પુતિને તેના ખૂબ વખાણ કર્યા અને તેને રશિયા આવવા આમંત્રણ આપ્યું, તે જ્યારે પણ આવવા માંગે.
પુતિનને મળ્યા પછી સરકારી કારમાં ફરવા લાગી મિસ બમબમ
મિસ મિસ બમબમે કહ્યું, ‘જ્યારે હું રશિયા પહોંચી ત્યારે મોસ્કો જવા માટે ઉબેરનો ઉપયોગ કરતી હતી. પરંતુ પુતિનને મળ્યા પછી સરકારી કાર મને દરેક જગ્યાએ લઈ જતી હતી, જ્યાં હું જવા માંગતી હોઉં. તે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કારણ કે હું સમજી શકતી ન હતી કે તે મારી સલામતી માટે છે કે પછી મારી દેખરેખ રાખવામાં આવી રહી છે. હું એક અઠવાડિયું ત્યાં રહી અને પછી બ્રાઝિલ પાછી આવી.’ તેણીએ કહ્યું, ‘જ્યારે હું વિશ્વ કપ માટે રશિયા ફરી ગઈ, ત્યારે મેં પુતિનને ન મળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કારણ કે મને તેમની સાથે અસ્વસ્થતા અનુભવાતી હતી.’
‘હું મોસ્કોમાં ખતરામાં હતી’
સુઝીએ કહ્યું, ‘મેં તેમને કહ્યું હતું કે જો શક્ય હશે તો હું પાછી આવીશ. તે પછી મેં તેમને ફરી ક્યારેય જોયા નથી. પરંતુ આજે હું નિશ્ચિતપણે કહી શકું છું કે હું મોસ્કોમાં જોખમમાં હતી.’ વર્તમાન યુદ્ધ અંગે તેણે કહ્યું હતું કે, પુતિને યુક્રેન સામે યુદ્ધ જાહેર કરીને સાબિત કર્યું છે કે તેઓ ખરેખર હિંસક મનોરોગી છે.