ખીર અને કસ્ટાર્ડ સલાડ બંને મીઠાઈ તરીકે પીરસવામાં આવે છે. બંને વસ્તુઓ દૂધમાંથી બને છે. પરંતુ જો તેને યોગ્ય રીતે બનાવવામાં ન આવે તો મૂડ બગડી જાય છે. જ્યારે ખીરના સ્વાદને વધારવા માટે સૂકામેવા જેવાકે બદામ અને કાજુ ઉમેરવામાં આવે છે, ત્યારે તાજા ફળોનો ઉપયોગ કસ્ટર્ડ સલાડનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ જો તેને બનાવતી વખતે થોડું ધ્યાન આપવામાં ન આવે તો તે બળી જવાની સંભાવના વધુ રહે છે અને જો ખીર અથવા કસ્ટર્ડ સલાડ બનાવતી વખતે નીચે ચોંટી જાય કે બળી જાય તો દૂધમાં બળી ગયેલી દુર્ગંધ આવે છે. પરંતુ આજે અમે એવી રીત લઈને આવ્યા છીએ જેમાં કોઈ પણ દાઝેલી વશુની દુર્ગંધ તેનો સ્વાદ ખરાબ નહિ કરે એટલે કે ખીરમાં નહીં આવે બળેલાની દુર્ગંધ કે સ્વાદ.
જ્યારે કંઈપણ બળી જાય, તો પહેલા તેનું પાત્ર બદલો અને પછી આ હેક્સ અજમાવો:
એલચીનો ઉપયોગ કરો:
બળી ગયેલી ખીર અથવા કસ્ટર્ડ માંથી આવતી દુર્ગંધને ઘટાડવા માટે એલચીનો ઉપયોગ કરો. તેની સુગંધ ખૂબ જ મજબૂત છે. આ રીતે તે તમારી વાનગીનો સ્વાદ સંપૂર્ણપણે બદલી નાખશે. આ માટે, ફક્ત એક નાની ચમચી એલચી પાવડર ઉમેરો.
તમાલપત્ર કરશે કામ:
જો ખૂબ જ વાસ આવતી હોય તો એક કડાઈમાં થોડું ઘી ગરમ કરી તેમાં 1 તમાલપત્ર, 1 મોટી એલચી, 1 લીલી ઈલાયચી અને 2 લવિંગ તળી લો. પછી દૂધમાં શેકેલી સામગ્રી ઉમેરો. તેને ઓછામાં ઓછા 4 કલાક રહેવા દો.આમ કરવાથી દુર્ગંધ ઓછી થાય છે
પાનના પાંદડા:
બળી જવાની દુર્ગંધ ઓછી કરવા માટે 1 થી 2 નાગરવેલનાં પાન રાખો, તેનાથી સુગંધ બદલાય છે અને તેનો સ્વાદ ખાવા યોગ્ય બને છે. જો બળવાની ગંધ ખૂબ જ તીવ્ર હોય તો 3 થી 4 પાનનો ઉપયોગ કરો. પાંદડાને ઓછામાં ઓછા 30-40 મિનિટ સુધી ખીર અથવા કસ્ટર્ડમાં રહેવા દો. પછી તેને બહાર કાઢો.
તજ:
આ માટે એક કડાઈમાં 2 સ્ટિક્સને ઘીમાં તળી લો. તે બળેલા દૂધની ગંધને દૂર કરે છે અને તમે તેમાંથી કંઈપણ બનાવી શકો છો.