મિત્રો વચ્ચે ઝઘડો થતાં એક મિત્ર બીજા ને સ્વિમિંગ ના બહાને તળાવ માં લઈ ગયો અને ત્યાં તેને…

તમિલનાડુના વિરુધુનગરમાં હત્યાનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હત્યારાની ઉંમર માત્ર 13 વર્ષની છે. જ્યારે મૃત્યુ પામનાર બાળકની ઉંમર માત્ર 9 વર્ષ હતી. આરોપી છોકરાએ રમત દરમિયાન ઝઘડો થયા બાદ 9 વર્ષના બાળકને બહાનાથી તળાવમાં લઈ જઈને તેની હત્યા કરી દીધી.

વિરુધુનગરમાં રહેતો 13 વર્ષનો છોકરો તેના 9 વર્ષના મિત્ર સાથે દરરોજની જેમ રમત રમી રહ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ વાતની ફરિયાદ 9 વર્ષના છોકરાના પિતાએ 13 વર્ષના છોકરાના પિતાને કરી હતી. જેના કારણે તેને ઘરમાં ઘણો ઠપકો આપવામાં આવ્યો હતો.

આ વાતથી નારાજ થઈને 13 વર્ષના કિશોરે ભયંકર પગલું ભર્યું હતું. તે સ્વિમિંગના બહાને 9 વર્ષના બાળકને તળાવમાં લઈ ગયો હતો. અને ત્યાં તળાવમાં તેને બળજબરીથી બાળકને ડુબાડીને મારી નાખ્યો હતો. ઘટના બાદ તે પોતાના ઘરે પરત આવી ગયો હતો.

પરંતુ જયારે 9 વર્ષનો બાળક મોડી સાંજ સુધી તેના ઘરે પાછો ન પહોંચતા તેના પરિવારજનોને ચિંતા થવા લાગી. ત્યારબાદ તેઓ તેને શોધવા લાગ્યા. પરંતુ તેની કોઈ ખબર ન પડી. જ્યારે તે ઘરે પરત ન ફર્યો ત્યારે તેના સંબંધીઓ પોલીસ સ્ટેશન ગયા અને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

હવે પરિવારની સાથે-સાથે પોલીસ પણ તે બાળકને શોધી રહી હતી. આ દરમિયાન પોલીસને બાળકની લાશ તળાવમાં તરતી મળી આવી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ કરાવી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો.

હવે પોલીસે તે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ કરવા લાગી, જ્યાં આ ઘટના બની હતી. ત્યારબાદ પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથમાં આવી, જેમાં આરોપી 13 વર્ષનો છોકરો તે 9 વર્ષના બાળક સાથે વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો.

ફૂટેજના આધારે પોલીસે 13 વર્ષના છોકરાની પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો. 13 વર્ષના આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે 9 વર્ષના બાળકની બળજબરીથી હત્યા કરી દીધી હતી. કારણ કે તેના પિતાએ લડાઈની ફરિયાદ તેના પરિવારના સભ્યોને કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી છોકરાને કસ્ટડીમાં લઈને બાળ સુધારણા કેન્દ્ર મોકલી દીધો છે.

Scroll to Top