દેશમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓ માટે અને પૈસાદાર ગ્રાહકોને ખુશ કરવા માટે થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, બેંગકોંક, ઓસ્ટ્રીયા, દુબઈ અને નેપાળથી હીરોઈન જેવી યુવતીઓને દેશના ઘણા શહેરોમાં બોલાવવામાં આવે છે. અને મોટા ભાગની છોકરી ઘણા રાજ્યો માંથી ગઠિયાઓ છોકરીઓને કામની લાલચે અને પૈસાની લાલચે બોલાવીને તેમને દેહ વ્યાપારમાં ધકેલી દે છે જેના કારણે તેમની આખી જિંદગી પીડામય બની જાય છે. ત્યારે આવો જ એક કિસ્સો બિહાર માંથી સામે આવ્યો છે. જે બિહારમાં ફરી એક વખત માનવ તસ્કરીનો ધંધો ધમધમી રહ્યો હોય તેવું સામે આવ્યું છે.
જે ઔરંગાબાદ જિલ્લામાં માનવ તસ્કરીના નવા ખેલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જો કે આ કિસ્સામાં બે બહેનોને તેની બહેનપણીને મળવાના બહાને રાજસ્થાન લઇ જવામાં આવી હતી, જ્યાં આ માનવ તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે ભોગ બનેલી બે બહેનોને રાજસ્થાનમાંથી ઝડપી લેવામાં આવી છે.
આ બહેનને પકડી લેતા તેમને પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ તસ્કરો જે તેની બહેનપણીનો જ ભાઈ હતો જેનું નામ નંદલાલ છે, તે તેની બહેન જે અમારી બહેનપણી છે જેની સાથે મુલાકાત કરાવવાના બહાને તે અમને રાજસ્થાનના જોધપુરમાં ઈન્ડોન લઈને આવ્યો હતો. ત્યાં અમને બંનેને તેની બહેનપણી એટલે કે પોતાની બહેન સાથે પણ મુલાકાત કરાવી હતી. અને તેના બીજા જ દિવસે તે અમને બંનેને બજારમાં ફરવા જવાના બહાને મંડીમાં લઈને આવ્યો હતો અને તેને અમને આ મંડીમાં 70 હજાર રૂપિયામાં વેચી દીધી હતી.
ત્યારબાદ અમને બંને બહેનોને અહીં ગંદા કામો કરાવવામાં આવતા હતા. જો કે આ ઘટનાના 15 દિવસ બાદ અમને બંને બહેનોમાંથી એક બહેનને જ્યારે મોકો મળ્યો ત્યારે તેને અન્ય કોઈના મોબાઈલથી ફોન કરવાનો મોકો મળી જતા પરિવારના સભ્યોને આ ઘટના અંગે જાણ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તેના પરિવારના લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી.
જેને લઈને ઔરંગાબાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને રાજસ્થાન જઈને બંને બહેનોને સુરક્ષિત છોડાવી લેવામાં આવી હતી. જો કે આ કેસમાં હજુ સૌથી આ બંને બહેનોને પકડી લાવેલ માનવ તસ્કરો પોલીસના હાથે ઝડપાઈ શક્યા ન નથી. આ અંગે પોલીસ તેમની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરી રહી છે.
ઔરંગાબાદ પોલીસ બંને બહેનોને સુરક્ષિત છોડાવી લાવ્યા બાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને આ મામલે કોર્ટમાં નિવેદન પણ આપવામાં આવ્યું છે જેને લઈને હવે ઔરંગાબાદ પોલીસે તેના મિત્રના ભાઈ નંદલાલને શોધી રહી છે.
જો કે તે હજુ સુધી પકડમાં આવ્યો નથી. જો કે હાલમાં આ બંને બહેનોની મંડીમાં ખરીદી કરનાર શખ્સે ગમે તે રીતે આ બહેનોના પરિવારજનોનો નંબર મેળવીને અને ફોન કરીને તેના પિતા પાસેથી બંને બહેનોને ખરીદવાના બદલામાં નંદલાલને આપેલા 70 હજાર રૂપિયા પાછા માંગી રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસે જણાવ્યું છે કે કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. જેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.