ઉન્નાવ કેસ: MLA ના ગુંડાઓએ પીડિત પરિવારને આપી ગામ છોડવાની ધમકી

યુપીના ઉન્નાવ રેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડાઓએ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી. યુવતીના કાકાએ કહ્યું કે તેમનો ભત્રીજો 4 દિવસથી ગાયબ છે. ધારાસભ્ય અને તેમના ભાઈ અતુલસિંહના લોકો ગામમાં ફરી રહ્યા છે. પરિવારના લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને જીવનું જોખમ છે.

ઉલ્લેખનીય છે કે સગીરા સાથે રેપ અને તેના પિતાની મોતના મામલે શુક્રવારે ધારાસભ્ય અને તેના પહેલા ભાઈ અતુલસિંહની ધરપકડ થઇ ચૂકી છે. કેસની તપાસ સીબીઆઇન હાથમાં છે.

યુવતીના કાકાએ કહ્યું છે કે પોલીસ ધારાસભ્યના ભાઈનો સાથ આપી રહી છે.
યુવતીના કાકાએ કહ્યું છે કે પોલીસ ધારાસભ્યના ભાઈનો સાથ આપી રહી છે.

ગુંડાઓએ ચૂપ રહેવાની ધમકી આપી

યુવતીના કાકાનો આરોપ છે કે કુલદીપ સેંગરના કેટલાક ગુંડાઓ શનિવારે બે ગાડીઓમાં ગામડે આવ્યા હતા. લોકોને મોંઢું નહીં ખોલવા અંગે ધમકાવ્યા અને અમને ગામ છોડી દેવા માટે કહ્યું.

બીજી બાજુ આરોપી અતુલસિંહ જેલથી પોતાના ગુંડાઓ સાથે વાતો કરે છે. અમારા લોકોનો પળેપળનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે.

7 દિવસોના CBI રિમાન્ડ પર ધારાસભ્ય

બીજી બાજુ ગેંગેરેપ કેસમાં આરોપી ધારાસભ્યને કોર્ટ પાસેથી રાહત ન મળી. સીજેએમ સુનીલ કુમારે શનિવારે બે કલાક સુધી ચાલેલી સુનાવણી પછી ધારાસભ્યને 7 દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દીધા. સીબીઆઇએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે સીબીઆઇને ધારાસભ્યને 21 એપ્રિલ સવારે 10 વાગે ફરીથી હાજર કરવા જણાવ્યું છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top