6 મહિના સુધી હેરાન કર્યા વગર પેટમાં પડ્યો રહ્યો Phone, ડોક્ટરે જયારે સર્જરી કરી તો ઉડી ગયા હોશ

એક અજીબોગરીબ ઘટનામાં, ઇજિપ્તમાં એક વ્યક્તિએ આખો મોબાઇલ ફોન ગળી ગયો અને આ 6 મહિના સુધી રાહ જોતો રહ્યો કે આ ઉપકરણ કુદરતી રીતે તેના શરીરમાંથી બહાર નીકળી જશે. ડોક્ટર પાસે ન જવાનું કારણ એ હતું કે તે તબીબી મદદ લેવામાં શરમ અનુભવી રહ્યો હતો. જો કે, તેની આ યોજના કામ આવી નહિ કારણ કે ફોન તેના પેટમાં ફસાઈ ગયો અને ખોરાકને તેના શરીરમાંથી યોગ્ય રીતે પસાર થતાં અટકાવી દીધુ. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે તેણે મોબાઈલ ફોન કેમ ગળી લીધો.

વ્યક્તિ એ મોબાઈલ ફોન ગળ્યો

છેવટે, તેણે ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું, જયારે તેના પેટમાં તીવ્ર પીડા થવા લાગી. જ્યારે ડોકટરોએ તેના પેટનો એક્સ-રે સ્કેન કર્યો ત્યારે તેઓએ તેની અંદર એક આખો ફોન જોયો. એક્સ-રે જોઈને ડોક્ટરો ના હોશ ઉડી ગયા હતા. આ પછી, ડોકટરોએ અસવાન યુનિવર્સિટી હોસ્પિટલ (Aswan University Hospital) માં આંતરડા અને પેટના સંક્રમણ સહિત ઘણા જીવલેણ ચેપ થવાની સંભાવના વ્યક્ત કરતા તરત જ ઓપરેશન કર્યું.

છ મહિના પછી થયો પેટમાં દુખાવો, તો ડૉક્ટર પાસે પહોંચ્યો શખ્સ

ગલ્ફ ટુડેના એક અહેવાલ મુજબ, નિષ્ણાતોએ કહ્યું કે આ પ્રથમ વખત છે જ્યારે તેઓએ કોઈ એવો કેસ જોયો છે જ્યાં કોઈ માણસ આખો મોબાઈલ ફોન ગળી જવામાં સફળ રહ્યો છે. અસ્વાન યુનિવર્સિટી હોસ્પિટલ્સ (Aswan University Hospital) ના કાર્યકારી ડિરેક્ટર ડૉ.અશરફ માબાદે કહ્યું હતું કે છ મહિના પહેલા જે ડિવાઇસને દર્દી ગળી ગયો હતો, તેનો ઉપયોગ તેના શરીરને ખોરાક ખાવાથી રોકવા માટે કરવામાં આવ્યો હતો. વ્યક્તિની તબિયત અંગે કોઈ અપડેટ નથી, પરંતુ ડોક્ટરોનું માનવું છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થવાની આશા છે.

Scroll to Top