દુનિયાનો સૌથી હેન્ડસમ યુવક 3 વર્ષ માટે જેલ હવાલે, જાણો શું છે કારણ?

વર્ષ 2021ના સૌથી સુંદર ચહેરાઓની યાદીમાં મ્યાનમારનો મોડલ અને અભિનેતા પિંગ તખોન ટૉચ પર હતો. જોકે તેની ઉજવણી તેના ભાગ્યમાં રહી નહીં. કારણ કે તાજેતરમાં જ તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ખરેખરમાં 25 વર્ષીય પિંગ ટખોને 2021માં મ્યાનમારમાં સૈન્ય બળવા વિરુદ્ધ સામૂહિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આથી કોર્ટે તેને ત્રણ વર્ષ જેલની સજા ફટકારી છે. તેના કાનૂની પ્રતિનિધિ ખિન માઉંગ મ્યિંટે મીડિયાને આ જાણકારી આપી છે.

સૈન્ય બળવાનો વિરોધ કર્યો હતો

એક મીડિયા અહેવાલ અનુસાર, તેનું એક લેખિત નિવેદન પણ ઓનલાઈન શેર કરવામાં આવ્યું હતું. તેમાં પિંગે લખ્યું હતું કે, અમે સૈન્ય બળવાની સખત નિંદા કરીએ છીએ. અમે રાજ્ય સલાહકાર ડાગ આંગ સાન સુ કી, રાષ્ટ્રપતિ યુ વિન મિંટ, નાગરિક સરકારના મંત્રીઓ અને ચૂંટાયેલા સભ્યોને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરીએ કરીએ છીએ.

થોરના અભિનેતા ક્રિસ હેમ્સવર્થને પણ માત આપી

તમને જણાવી દઈએ કે, ‘2021ના સૌથી સુંદર ચહેરા’ની યાદીમાં પ્રથમ સ્થાન મેળવનાર પિંગે થોરના અભિનેતા ક્રિસ હેમ્સવર્થને પણ માત આપી હતી. આ સ્પર્ધામાં ક્રિસ બીજા ક્રમે રહ્યો હતો. અને દક્ષિણ કોરિયાનો ગાયક અને ગીતકાર કિમ તાઈ હ્યુંગને ત્રીજું સ્થાન મળ્યું હતું.

રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર પિંગ તખોનના લાખો ફોલોઅર્સ હતા. પરંતુ તેની ધરપકડ બાદ તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. પિંગના એક મિત્રએ મીડિયાને જણાવ્યું કે ધરપકડ બાદ તે થોડા સમય માટે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. અને તે બરાબર ઉભો પણ રહી શકતો નહોતો.

Scroll to Top