મોંઘીદાટ વસ્તુઓનો શોખીન છે અજય દેવઘણ,એકતો એવી વસ્તુ છે જે આખા ભારતમાં બીજા કોઈ પાસે નથી,જાણો વિગતે….

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અજય દેવગન ઘણીવાર તેની ફિલ્મોમાં એક્શન કરતા જોવા મળે છે અને હવે તેની ઘણી ફિલ્મોમાં તમે એ પણ જોયું હશે કે એક્શન સીન દરમિયાન ઘણી કાર ઉડાન ભરી છે. ફિલ્મ જગતમાં એક્શન લેનારા અજય દેવગનને રીઅલ લાઈફમાં પણ શક્તિશાળી કારનો શોખ છે. અજયે આ મોંઘી અને લક્ઝરી કારને ઘરમાં સ્થાપિત કરી છે.24 ફેબ્રુઆરી 1999 ના રોજ, અજયે અભિનેત્રી કાજોલ સાથે સાત ફેરા કર્યા.અજય અને કાજોલની જોડી પહેલી વાર 1995 માં આવેલી ફિલ્મ હસ્ટલમાં જોવા મળી હતી. તેમને બે બાળકો છે.

ન્યાસા જેનો જન્મ 20 એપ્રિલ 2003 અને યુગનો જન્મ 13 સપ્ટેમ્બર 2010 ના રોજ થયો હતો.90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરનાર અજય દેવગણ આજે પોતાની તમામ ફિલ્મ માટે મોટી રકમ વસૂલે છે અને તે કારનો શોખીન છે. આ કારણ છે કે તેની પાસે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી સારું કાર કલેક્શન છે.અજયે વર્ષ 2006માં Maserati Quattroporte ખરીદી હતી.

અજય આ કારને ખરીદનાર પ્રથમ ભારતીય છે. આ કારની કિંમત લગભગ 2.8 કરોડ હતી.તે સિવાય અજય પાસે રેંન્જરોવર વોગ પણ છે. આ કાર પોતાની સોલિડ ઓફ રોડ પરફોર્મન્સ માટે જાણીતી છે અને તેની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

અજય પાસે ઘણી લક્ઝુરિયસ કાર અને મોટી કાર છે, પરંતુ તે મોટાભાગે તેની નાની કાર BMW Z4 સાથે મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે આ કાર કદમાં નાનો છે અને ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાય છે. અજયની આ કાર બે સીટર અને બે દરવાજાની છે.

જો સૂત્રોની વાત માનીએ તો તાજેતરમાં જ અજયે સફેદ રંગની એક નાનકડી કાર ખરીદી છે. જો કે, અમે આ વિશે કોઈ નક્કર માહિતી મેળવી શક્યા નથી અને ન તો અજયે આ મામલે કોઈ માહિતી શેર કરી છે.અજય પાસે પ્રતિષ્ઠિત બ્રાન્ડ મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ કાર પણ છે. આ લક્ઝરી કારની કિંમત 1.4 કરોડ રૂપિયા છે અને આ કાર સેલેબ્સની ખૂબ પસંદગીનીમાંની એક છે.અજય દેવગણ ટૂ-સીટર કાર બીએમડબલ્યૂ જેડ 4નો માલિક છે.

આ કાર યુવાઓ વચ્ચે લોકપ્રિય છે. આ કારની કિંમત લગભગ 98 લાખ છે. અજય પાસે રોલ્સ રોયલ્સ ક્લીનન પણ છે. આ સુપર લક્ઝરી કાર ની કિંમત 6.95 કરોડ રૂપિયા છે.મુંબઇ સિવાય અજય પાસે લંડનમાં વિલા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના આ વિલાની કિંમત 54 કરોડ રૂપિયા છે.અજય પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેની કંપનીની વેલ્યૂ લગભગ 100 કરોડ રૂપિયા છે. નોંધનીય છે કે પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ હેલીકોપ્ટર ઇલા બનાવી છે.અજય એ સ્ટાર્સમાં સામેલ છે.

જેમની પાસે પ્રાઇવેટ જેટ છે. વર્ષ 2010માં અજયે એક જેટ ખરીદ્યું હતું. અજય આ જેટનો ઉપયોગ ફિલ્મ શૂટિંગ્સ, પ્રમોશન્સ અને પર્સનલ ટ્રિપ્સ માટે કરે છે. હૉકર 800 નામના આ જેટની કિમત 84 કરોડ રૂપિયા છે. કેટલાક રિપોર્ટ અનુસાર, અજયે આ જેટને વેચી માર્યું છે.

માસેરાતી ક્વાટ્રોપોર્ટે એન્જિન અને પાવર વિશે વાત કરવામાં આવે તો આ કારમાં 8.8 લિટર એન્જિન છે જે 30એચપીની પાવર ઉત્પન્ન કરે છે. આ કાર માત્ર 4.7 સેકંડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વેગ આપે છે. મહત્તમ સ્પીડની વાત કરીએ તો આ કાર 310 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

કિંમતની વાત કરીએ તો આ લક્ઝરી કારની એક્સ શોરૂમ કિંમત આશરે 2.7 કરોડ રૂપિયા છે.આ કારનું નામ રોલ્સ રોયસ કુલિનાન એસયુવી છે.કારની આ લક્ઝરી કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. તેની એક્સ શોરૂમ કિંમત 6.95 કરોડ રૂપિયા છે. આ કારનું નામ વિશ્વના સૌથી મોટા ડાયમંડનું નામ આપવામાં આવ્યું છે, જે હવે બ્રિટીશ ક્રાઉન જ્વેલ્સમાં સુંદરતાનો ઉમેરો કરી રહ્યું છે.

ભારતમાં અજય દેવગન ઉપરાંત આ લક્ઝરી કાર મુકેશ અંબાણી અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પણ છે. તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પણ આ કાર સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો, પરંતુ તેણે આ કાર ખરીદી છે કે નહીં તેની પુષ્ટિ કરી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here