17 નવેમ્બરે આવશે મોદી અને શી જિંગપીગ આમને સામને, થશે આ મુદ્દાઓ પર વિચારણા…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત અને ચીન વચ્ચે દીવસેને દીવસે તણાવ વધી રહ્યો છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે 17 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિંગપીંગ આપને સામને આવી શકે છે. આ બેઠકમાં બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે ચર્ચા થઈ શકે છે. અને વીડિયો કોન્ફરન્સ મારફતે બંને નેતાઓ આમને સામને વાતચીત કરશે

બ્રિક્સ સંમેલનમાં થશે વાતચીત

આપને જણાવી દઈએ કે 17 નવેમ્બરના રોજ 12મી વખત બ્રિક્સ સંમેલન યોજાવાનો છે અને આ આ બેઠક વૈશ્વિક સ્તરે સ્થિરતા , સુરક્ષા અને વિકાસ અર્થે યોજાવાની છે. જેથી આ બેઠકમાં જિંગપીંગ કેવી રીતે તેમની વાત મૂકે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

પાંચ દેશના નેતા કરશે વાતચીત

આપને જણાવી દઈએ કે આ બેઠકમાં પાંચ દેશના નેતાઓ જોડાશે. જેમા બ્રાઝીલ, રશીયા, દક્ષિક આફ્રિકા , ભારત અને ચીનના નેતા જિંગપીંગ પણ જોડાશે. અને આ બેઠકમાં જિંગપીંગને તમામ દેશના નેતાઓ જે પ્રશ્ન કરશે તેના જવાબો પણ આપવા પડશે.

કોરોનાને કારણે બ્રિક્સ સંમેલન પાછળ ખેચાયું હતું

આ બેઠક ખરેખરમાં 21 થી 23 જુલાઈ સુધી પીટર્સબર્ગમાં રાખવામાં આવી હતી. પરંતુ વિશ્વમાં કોરાના મહામારી ફેલાઈ જેના કારણે 12માં બ્રિક્સ સંમેલનની તારીખ પાછળ ધકેલાઈ હતી. પરંતુ હવે આ સંમેલન નવેમ્બર મહિનામાં યોજાશે. અને બેઠકમાં જિંગપીંગ અને મોદી આમને સામને જોવા મળશે

પાંચ મહિનાથી સરહદ પર તણાવ

ભારત અને ચીનની સરહદ પર છેલ્લા 5 મહિનાથી તણાવ સર્જાયો છે. અને આ તણાવ ઓછો કરવા માટે બંને દેશની સેનાના પ્રમુખ વાતચીત પણ કરી ચૂક્યા છે. પરંતુ તે વાતચીતમાં હજુ સુધી કોઈ નિવારણ નથી નીકળ્યું અને હજુ બંને દેશ વચ્ચેનો તણાવ યથાવત રીતે વધતો જતો જોવા મળી રહ્યો છે.

અગામી 12 તારીખે ફરી વાતચીત કરશે

બંને દેશની સેનાના પ્રમુખ અગામી 12 તારીખે ફરી વખત વાતચીત કરવાના છે. જોકે ચીનની કોઈ પણ હરકત હવે ભારત સહન નહી કરે. કારણકે ભારતીય વાયુસેના દ્વારા સરહદ પર લડાકૂ વિમાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને ચીનને પણ સંદેશો મળી ગયો છે કે ભારત હવે ગમે તે પરિસ્થિતીમાં તમનો સામનો કરવા માટે સક્ષમ છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here