નરેન્દ્ર મોદી તથા અમિત શાહ ને ખુલ્લે આમ ધમકી આપનાર આ વ્યક્તિ પર થયો હુમલો જાણો વિગતે રૈપર હાર્ડ કૌર છેલ્લા કેટલાક દિવસોથી પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને ગાળો ભાંડી રહી છે.
તાજેતરમાં ભારતમાંથી પંજાબને અલગ કરવાના પોતાના નિવેદનને લઈને ખૂબ ચર્ચામાં છે. જો કે આજ હાર્ડ કૌરની બે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેનો ચેહરો ઓળખવો ખૂબ મુશ્કેલ બન્યો છે.
આ વાયરલ થયેલી તસવીરમાં હાર્ડ કૌરના હોઠ પર સોજો જોવા મળે છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ પ્રશસંકે તેના પર જીવલેણ હુમલો કર્યો છે.
વાયરલ થઈ રહેલ, આ તસવીરોમાં 40 વર્ષીય તરણ કૌર ઢિલ્લો જેને મનોરંજન જગત ‘હાર્ડ કૌર’ ના નામથી ઓળખવામાં આવે છે.
તેના ચેહરા પર સોજો અને ઈજાના નિશાન જોવા મળે છે. ટ્વીટર એકાઉન્ટ કરી દેવામાં આવ્યું છે બંધ. હાર્ડ કૌરની મારપીટ વાળી તસવીરોને લોકો સોશિયલ મીડિયા પર શેર કરીને મજાક ઉડાવી રહ્યા છે અને લખી રહ્યા છે કે, કોઈ પાગલ ફૈને હાર્ડ કૌરના ચેહરનો નક્શો બદલી નાખ્યો છે. આ ખોટુ છે ભાઈ. અમે આની નિંદા કરીએ છે.
થોડા દિવસે પહેલા હાર્ડ કૌરનો વિવાદિત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે ‘ખાલિસ્તાન જિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા અને ભાજપ સહીત કેન્દ્ર સરકારને અપશબ્દ કહેતી જોવા મળી છે.
તો બીજા વીડિયોમાં તે પીએમ મોદી અને અમિત શાહના વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે. જેના પર કાર્યવાહી કરતા ટ્વીટરે તેનું @HardKaurWorld નામનુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધુ છે.
રૈપર હાર્ડ કૌરની બે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે લગભગ બે વર્ષ જૂની છે. આ બન્ને તસવીરો હાર્ડ કૌરે પોતાના વેરિફાઈડ ઈસ્ટાગ્રામ પેજ પર 1 જુલાઈ 2017 ના પોસ્ટ કરી હતી.
અને દાવો કર્યો હતો કે, ભારતીય મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝમાં તેના કોઈ સહકર્મીએ વર્ષ 2017 માં તેની મારપીટ કરી હતી. ઈસ્ટાગ્રામમાં પોતાની આ પોસ્ટમાં તેણે તે દર્શાવાનો ઈન્કાર કર્યો હતો કે, કોણે તેની ધોલાઈ કરી હતી. જો કે કેટલાક દિવસો બાદ તેણે કથિત ઉત્પીડનનો આરોપ પોતાના સહયોગી આર્ટિસ્ટ અમઓ જોશી પર લગાવ્યો હતો.
આના પર સફાઈ આપતા જોશીએ પોતાના ફેસબુક એકાઉન્ટથી એક પોસ્ટ લખી હતી અને હાર્ડ કૌરે આરોપ ખોટો આરોપ બતાવ્યો હતો.હાર્ડ કોર પહેલા પણ કરી ચૂકી છે પીએમ મોદીની આલોચના.
આ પ્રથમ વખત નથી જ્યારે હાર્ડ કૌરે પીએમ મોદી અને ભાજપના નેતાઓ પર આલોચના કરી હોય. તે પહેલા પણ તેના વિરૂદ્ધ આક્રમક ટીપ્પણી કરી હતી.
આ વર્ષે જૂનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંઘના પ્રમુખ મોહન ભાગવત વિરૂદ્ધ ટિપ્પ્ણીઓ કરવાના આરોપમાં તેના વિરૂદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.