આ દિવસો માં નરેન્દ્ર મોદી કઈ ને કઈ નવું જ કરવા માંગતા હોય છે જમ્મુ કાશ્મીર માં આર્ટિકલ 370 હટાવ્યા પછી એ કઈ નવું કરવા જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આવકવેરાથી જોડાયેલ 50 વર્ષ જુના કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.આ પરિવર્તનનો સીધો ફાયદો નોકરીયાતોને થવાની અપેક્ષા છે.
અને એના કારણે નોકરીયાતો માં વધારો થશે.ડાયરેક્ટ ટેક્સ કોડનો સોંપાયો રિપોર્ટ.હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતાવાળી ટાસ્ક ફોર્સ કમિટીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને “ડાયરેક્ટ ટેક્સ કોડ”નો રિપોર્ટ આપ્યો હતો.
ઇન્કમ ટેક્સ એક્ટનું અસ્તિત્વ થઇ જશે સમાપ્ત.ડાયરેક્ટ ટેક્સ કોડ લાગુ થવાથી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 નું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે.
મહત્વની વાત એ છે કે આ ફેરફાર કરવા માટે આ સમિતિની રચના બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી.એટલે કે, મોદી સરકાર તેના ઉપર લગભગ બે વર્ષથી કામ કરી રહી છે.
નવેમ્બર 2017 માં કરાઇ ટાસ્ક ફોર્સ કમિટીની રચના.આપને જણાવી દઇએ કે,નવેમ્બર 2017 માં, ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી હતી.
પહેલા આ સમિતિએ 31 મે 2019 સુધીમાં અહેવાલ રજૂ કરવાનો હતો. પરંતુ 26 મેના રોજ બે મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. કરદાતાઓ આ પરિવર્તનનો સૌથી વધુ લાભ થશે.
રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા બનશે સરળ.આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ,”ડાયરેક્ટ ટેક્સ કોડ” કાયદામાં માત્ર નોકરિયાત લોકો પરના ટેક્સનો ભાર ઘટાડવામાં આવશે, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે.
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કાયદા મારફતે ટેક્સપેયર્સની સંખ્યામાં વૃદ્ધિ થશે.આ પહેલા UPA સરકારે પણ ડાયરેક્ટ ટેક્સ કોડ દ્વારા ટેક્સ કાયદામાં ફેર બદલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તે સફળ થઇ શક્યો નહીં.ડાયરેક્ટ ટેક્સ કોડ લાગુ કરવાથી ઘણા નોકરી કરતા લોકો ને ફાયદો થશે.આવી અનેક નાનાં મોટાં ફાયદા તમને થતા રહેશે.