EditorialIndia

આ તો કેવું – મોદી સરકાર સતત બીજા વર્ષે રાજ્યોને GST વળતર ચૂકવવા લેશે આટલા અબજ ડોલર ઉધાર

કોરોના અને લૉકડાઉનના કપરા સમયમાં ગુજરાત જેવાં રાજ્યોએ આવકમાં ભારે ફટકો સહન કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ જીએસટીનું સંપૂર્ણ વળતર આપ્યું નથી. જયારે લૉકડાઉન અને આર્થિક નરમાઈના કારણે રાજ્યમાં કરની વસુલાત પણ ઘટી હતી. 1 જુલાઈ, 2017 થી દેશમાં જીએસટી અમલમાં આવ્યો તે સમયે જ ઘણાં રાજ્યોને ચિંતા હતી કે જીએસટીના કારણે તેમની આવક પહેલાં કરતાં ઘટી જશે. ખાસ કરીને ગુજરાત જેવાં મૅન્યુફૅક્ચરિંગ આધારિત રાજ્યોને આવો ભય હતો.

સૅન્ટ્રલ જીએસટી ઍક્ટ મુજબ જીએસટીના અમલીકરણ પછી પ્રથમ પાંચ વર્ષમાં રાજ્યોને જે નુકસાન જાય તેની કેન્દ્ર દ્વારા ભરપાઈ કરવામાં આવશે. જો કે કોરોના અને લૉકડાઉનના કપરા સમયમાં ગુજરાત જેવાં રાજ્યોએ આવકમાં ભારે ફટકો સહન કરવો પડ્યો છે, ત્યારે હાલમાં કેન્દ્ર સરકારની સેસની આવક પણ ઘટી હોવાથી તે ચૂકવણી કરી શકી નથી. જીએસટી કમ્પનસેશનના મુદ્દા પર અંતે કેન્દ્ર સરકારને રાજ્યો સામે ઝૂકવું પડ્યું છે.

આ મુદ્દા પર પાછલા કેટલાક મહિનાઓથી કેન્દ્ર અને રાજ્યો સરકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, રાજ્યોને GST વળતર ચુકવવા માટે સરકાર લોન લેશે. અને તેને રાજ્યોને આપશે. રાજ્યોને GST વળતર રૂપે કેન્દ્રને 2.7 લાખ કરોડ ચૂકવવાના છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકાર ફક્ત 1.1 લાખ કરોડ આપવાની સ્થિતિમાં છે. GST એક્ટમાં જોગવાઇ છે કે GST લાગુ થયા પછી કેન્દ્ર રાજ્યોને મહેસૂલનાં નુકસાનની ભરપાઇ કરશે. પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે કેન્દ્ર સરકારની આવક પર ખરાબ અસર થઈ છે. આ જ કારણ છે કે મોદી સરકાર વધારાની લોન લેવાનું વિચારી રહી છે.

રાજ્યોને GST વળતર ચુકવવા માટે મોદી સરકારે સતત બીજા વર્ષે પણ ઉધાર લેવું પડી શકે છે. જો કે સૂત્રોન જણાવ્યા અનુસાર સરકારે આ નાણાકીય વર્ષમાં 1.58 લાખ કરોડ રૂપિયા અથવા આશરે 21.7 અબજ ડોલરની વધારાની લોન લેવી પડી શકે છે. જો કે ગયા વર્ષે પણ કેન્દ્ર સરકારે રાજ્યો માટે 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા અને લોનનાં સ્વરૂપમાં રાજ્યોને આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વધુ ઉધાર લેશે, તેની રકમ અને સમય અંગેનાં સલાહ-સૂચનો બાદ જ નિર્ણય લેવામાં આવશે.

આ અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાશે જેમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. જો કે આ જીએસટી કાઉન્સિલની બેઠક 6 મહિનાનાં ગાળા પછી યોજાઇ રહી છે. શરૂઆતમાં વળતર ચુકવવાનો સમયગાળો 2022 નો હતો, પરંતુ ગયા વર્ષે કેન્દ્ર સરકારે તેને વધુ લંબાવી દીધો હતો.

ટોચના બે રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૂપિયા 31,892 કરોડ) અને કર્ણાટક (રૂપિયા 19504 કરોડ) સામેલ હતા. જેમણે કેન્દ્ર પાસેથી જંગી જીએસટી વળતરની માગણી કરી છે. ઉત્પાદન આધારિત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે જીએસટીનું સૌથી વધારે વળતર માગ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker