હાલમાંજ તમિલનાડુના મહાબલિપુરમ વડાપ્રધાન મોદી અને ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગની વચ્ચે એક સફળ મુલાકાત યોજાય. જ્યારે દુનિયાના બે મોટા નેતાઓએ જ મહાબલિપુરમમાં રાજા રજવાડાં ની જેમ ફરતાં હતા. ત્યારે ત્યાં તે જગ્યા ને સુંદર અને સાફ રાખવા માટે ઘણા સફાઈ કર્મચારીઓ ત્યાં કામ કરતાં હતાં.
પીએમ મોદી અને શી જિનપિંગની ને અહીં ખુબજ સારી એવી સેવા પૂરું પાડવામાં આવી હતી. મહાબલિપુરમની સૌથી દર્દ ભરી વાત એ છે કે અહીં પીએમ મોદીએ શનિવારની સવારે મહાબલિપુરમ તળાવ પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું લોકોની સ્વચ્છતાના સંદેશાઓ આપ્યાં હતા.
ત્યારે ત્યાંથી એક એવી વાત બહાર આવી છે જેણે લોકો ને ચોંકાવી દીધાં હતા હવે તમને થયું હશે કે એવું તો શુ થયું હશે ત્યાં તો તમને જણાવી દઈએ કે ત્યાં જે સફાઈ કર્મીઓ કામ કરતા હતા તે માશૂમ સફાઈ કર્મીઓને તેઓનું વળતર ચૂકવવામાં આવ્યું નહતું.
અહીં એક અભ્યાન પણ ચાલે છે જેનું નામ ‘ક્લીન એન્ડ ક્લિયર’ છે. આની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આમ ઘણાં સફાઈ કર્મીઓ ને પગાર પાર રાખવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ એવું કેહવાઈ છે કે આ કર્મીઓ ને તેઓનો 20 દિવસ નો પગાર હાજી સુધી આપવામાં આવ્યો નથી.
મોદી-જિનપિંગની આ ખાસ મુલાકાત દરમિયાન ટેમ્પલ ટાઉન વિસ્તારની સફાઇમાં કામ કરતા જી. સાવિત્રી કહે છે કે ‘મનરેગા યોજના’ અંતર્ગત તેમને દરરોજ માત્ર 100 રૂપિયા આપવામાં આવતા હતા.
જી. સાવિત્રી એમ પણ કહે છે કે, મોદી-જિનપિંગ મુલાકાતને લઈને આશરે 20 દિવસ પહેલા, ગ્રામ પંચાયતે સફાઇ કર્મચારીઓની જરૂરત જણાવી, આપણા ગામના ઘણા લોકોને મહાબલિપુરમમાં મોકલ્યા હતા, પરંતુ આટલા દિવસો સુધી કામ કરવા છતાં અમને હજી સુધી અમારો પગાર મળ્યો નથી. મળ્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આગમનના થોડા સમય પહેલા, સ્થાનિક પ્રશાસને નિયમિત સફાઇ કર્મચારીઓને સતત કામ કરવા માટે પણ કરી દીધી હતી. આ માટે, તેઓને કોઈપણ પ્રકારના વધારાના પૈસા આપવામાં આવ્યા ન હતા.
એસ. રમેશ કહે છે કે છેલ્લા 10 દિવસથી તે સતત 12 થી 15 કલાક સુધી કચરાના કામ કરી રહ્યો છે. દરરોજ સવારથી મોડી રાત સુધી કામ કરવું પડે છે.