પુલવામામાં થયેલ આતંકવાદી હુમલા બાદ એક મોટાં સમાચાર સામે આવ્યાં છે.
સૂત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ, વિદેશ સચિવે પાકિસ્તાનનાં ઉચ્ચાયુક્તને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યાં અને પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાને રાખીને આપત્તિ દર્શાવી છે.
સૂત્રોએ જણાવ્યું કે, વિદેશ સચિવે જણાવી દીધું કે, પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ વિરૂદ્ધ ત્વરિત તથા દેખાય તેવી કાર્યવાહી કરવાની રહેશે અને તેને તુરંત આતંકવાદ સાથે જોડાયેલ જૂથ અને લોકોએ પોતાની ધરતી પરથી કામ કરવાનું બંધ કરવાનું રહેશે.
તેઓએ ગુરૂવારનાં રોજ પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરેલ નિવેદનને પણ ખારીજ કરી દેવામાં આવી. નરેન્દ્ર મોદીએ પુલવામા એટેકમાં 40થી વધુ જવાનો શહીદ થયાં બાદ રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેઓએ કહ્યું કે, હુમલા બાદ જે દેશની હવે અપેક્ષા છે. કંઇક કરી ગુજરવાની ભાવના છે, તે સ્વાભાવિક છે.
આપણાં સુરક્ષાદળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. અમને આપણાં સૈનિકોનાં શૌર્ય પર તેમની બહાદુરી પર સંપૂર્ણ ભરોસો છે. મને સંપૂર્ણ ભરોસો છે કે દેશ ભક્તિનાં રંગમાં રંગાયેલ લોકો, સાચી જાણકારીઓ પણ એજન્સીઓ સુધી પહોંચાડીશું.
આ સાથે જ આતંકને માટે આપણી લડાઇ વધારે તેજ થઇ શકે. પીએમ મોદીએ કહ્યું કે, હું આતંકી સંગઠનોને અને તેઓનાં માણસોને કહેવા ચાહું છું કે તેઓ ખૂબ મોટી ભૂલ કરી ચૂક્યાં છે. તેઓને આની ખૂબ મોટી કિંમત ચુકવવી પડશે. હું દેશને વિશ્વાસ અપાવું છું, હુમલા પાછળ જે જે તાકાત છે.
આ હુમલાની વચ્ચે જે પણ ગુનેગાર છે, તેઓને આ ઘટનાને લઇને અવશ્ય સજા મળવી જોઇએ. જે આપણી આલોચના કરી રહેલ છે. તેઓની ભાવનાઓનો પણ હું આદર કરું છું. તેઓની ભાવનાઓને પણ હું સમજી શકું છું.
આલોચના કરવાનો તેમનો સંપૂર્ણ અધિકાર પણ છે. પરંતુ મારો તમામ સાથીઓને અનુરોધ છે કે સમયસંજોગ હાલમાં ખૂબ સંવેદનશીલ છે અને ભાવુક પળ પણ છે. પક્ષમાં અથવા વિપક્ષમાં આપણે સૌ રાજનૈતિક નિંદાઓથી દૂર રહીએ અને આ હુમલાનો દેશે એકજૂથ થઇને મુકાબલો કરવાનો છે. દેશ એકસાથે છે. દેશનો એક માત્ર જ સ્વર છે, એ જ વિશ્વમાં સંભળાવવું જોઇએ. લડાઇ આપણે જીતવા માટે કરી રહ્યાં છીએ.
ઝાંસી માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ અને ઉત્તર પ્રદેશનાં વિકાસ સાથે જોડાયેલ લગભગ 20 હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનું શિલાન્યાસ કર્યુ અને લોકાર્પણ પણ કર્યું. આ દરમ્યાન પુલવામા હુમલા પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભવિષ્યમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ક્યાં અને કયાં સમયે કાર્યવાહી કરવી છે તેનો નિર્ણય કરવાની સેનાને પરવાનગી આપી દીધી છે.
પ્રધાનમંત્રીએ ઝાંસીમાં કહ્યું કે, પડોશી દેશ ભીખનો કટોરો લઇને ફરી રહેલ છે અને પુલવામા હુમલો તેઓની આ જ હતાશાનું પરિણામ છે.