ભારતના લોહ પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓનેઆજે કોણ નથી ઓળખાતું.સરદાર પટેલ ના જુના ઘર વિશે આજે ચોંકાવનારી વાત બહાર આવી છે.સરદાર પટેલની 31મી ઓક્ટોબરે જન્મજયંતી છે જે પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે અને સ્ટેચ્યુઓફ યુનિટી એટલે સરદારની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપશે ત્યારે ભદ્રમાં જ જ્યાં સરદાર રહેતા હતા.
એવું કહેવાય છે કે અહીં થીજ આંદોલન ની શરૂઆત થઈ હતી.જ્યાં ગાંધીજી સાથે તેમણે આઝાદીની લડતમાં ઝુકાવ્યુ તે જગ્યાના હાલ બેહાલ છે, પાર્કિંગ લોટ તરીકે હાલ એ જગ્યા વપરાય છે. અબજો રૂપિયા ખર્ચીને સરદારને સન્માનિત કરવાની સુફિયાણી વાતો ભદ્રના સરદાર સ્મારકને જોઈને ઉઘાડી પડી જાય છે. ખરેખર તંત્રને ઈતિહાસ સાથે લેવા દેવા છે કે, ખાલી ખાલી પ્રજાના પૈસે ગગનચુંબી પ્રતિમાઓ બનાવવામાં જ રમમાણ છેભદ્ર પાસેના ઘરમાં સરદાર વલ્લભભાઈ પટેલ 15 વર્ષ રહ્યા.અહિંથી તેઓ કોર્ટમાં વકિલાત માટે જતા.
ગાંધીજી સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવવાની શરૂઆત અહિંથી જ થઈ હતી.લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના લાલદરવાજામાં આવેલા સ્મારક ભવનને પાર્કિંગ લોટમાં ફેરવી દેવામાં આવ્યુ છે.અમદાવાદ સીટી એરિયામાં સૌથી ભીડ વાળી જગ્યા એચલે ભદ્રનો કિલ્લો ત્યાં આવેલું સરદાર પટેલનું એક સમયનું ઘર હાલ લોકો પાર્કિંગ લોટ તરીકે વાપરે છે.સરદાર વલ્લભભાઈ પટેલ 1913માં નડિયાદથી અમદાવાદ આવીને વસ્યા હતા ત્યારે તેમણે બે ઘર લીધા એક ખમાસા અને એક ભદ્ર.અહિં તેમણે 15 વર્ષ ગુજાર્યા હતા.એકસન મેન સરદારની ભજીયા કલ્બને ઘરને મ્યુઝિયમ બનાવીને સરકાર છુટી તેનો નિભાવ થાય કે ન થાય એથી એમને કોઈ લેવા દેવા નથી.
સરદારની છબી એકશન મેનની છે તેમે મીલ વર્કર માટે કરેલા કામો, બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ અને જ્યારે આઝાદી મળી ત્યારે અખંડ ભારતના સંકલ્પને ભેગુ કરવા રજવાડાઓને રીઝવવાનું કામ આરઝી હુકુમત અને હૈદરાબાદનો સંગ્રામ પણ સરદારની આગેવાની વિના અધુરો છે. સરદાર પટેલે થોડા સમય માટે ગાંધી રોડ ઉપર એક ઓફિસ રાખી હતી જેને મિત્રો ભજીયા ક્લબ કહેતા.સરદાર પર રાજકારણ કરનારા ક્યાં ગાયબ.31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી હતી. સરદારના નામે રાજનીતિ કરનારા કોઇ નેતા અમદાવાદમાં ભદ્ર ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત સુદ્ધાં લેતા નથી.
આજે સ્થિતિ એવી સર્જાઇ છે કે, 15 વર્ષ સુધી સરદાર જ્યાં રહ્યા હતા તે સ્મારકનું રિનોવેશન પણ ભંડોળના અભાવે ખોડંગાતી ગતિએ ચાલી રહ્યું છે. ધીમા રિનોવેશનના કારણે સ્મારક હાલ બંધ હાલતમાં છે.હાલત એવી થઇ છે કે ભંડોળ મેળવવા માટે ટ્રસ્ટની જગ્યાઓ ભાડે આપવી પડે છે.એટલુ જ નહીં પણ અહીં બારોબાર પાર્કિંગ લોટ બનાવી દેવામાં આવ્યો છે. સરદાર પટેલ સ્મારક ભવન ગણેશ માવળંકરનું હતુ. લાલ દરવાજા-ભદ્ર પાસે આવેલું સરદાર પટેલ સ્મારક ભવન પહેલાં ગણેશ માવળંકરનું હતું. લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકર અને સરદાર પટેલ પાકા મિત્ર હતા. અત્યારે હાલ જ્યાં આ સ્મારક ભવન છે ત્યાં સરદાર પટેલ 1913થી 1928 સુધી 15 વર્ષ રહ્યા હતા.ગણેશભાઈ અને સરદાર બન્ને સાથે રહીને વકીલાત કરતા હતા. હાલ અહીંના હાલ બેહાલ છે.અત્યારે સંગ્રહાલય બંધ છે અને તેના હાલ બેહાલ છે.
આ સંગ્રહાલયમાં હાલ રિનોવેશન કામ ચાલતુ હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે પણ અસલિયતમાં કંઈજ તજવીજ કે હીલચાલ નજરે નથી પડી રહી.સમારકામને કારણે બંધ છે.તપાસ કરતા માલૂમ પડ્યુ કે, સમારકામ ચાલતું હોવાથી સંગ્રહાલય બંધ હાલતમાં છે. જેમ જેમ ભંડોળની વ્યવસ્થા થાય છે તેમ કાર્ય આગળ વધે છે.સમારકામ હજુ બે મહિના ચાલે તેવું છે.આ સંગ્રહાલયનો વહીવટ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી પાસે છે.ભંડોળ જ નથી સંસ્થા પાસે આ ટ્રસ્ટ પાસે ભંડોળની કમી છે.
જેના કારણે ભંડોળ મેળવવા માટે તે ઘણી જગ્યા ભાડે આપે છે.સરદાર પટેલનાં પુત્રી મણિબહેન જ્યાં બેસતા હતા, એ હોલ સમારકામ બાદ ટ્રસ્ટ દ્વારા ભાડે આપવાની તૈયારી છે.શાહીબાગમાં આવેલા સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલમાં પણ ટ્રસ્ટનો હોલ ભાડે અપાય છે.નોંધનીય છે કે, સરદારનું નામ વારતહેવારે લેતું મ્યુનિ. ભાજપ પણ સરદાર પટેલ સ્મારક ભવનના સમારકામની પરવાનગી નહોતું આપતું.
જોકે હવે મંજૂરી મળતા ત્યાં રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું તો હતુ પણ અત્યારે કોઈ અતો પતો નથી.સરદાર વલ્લભભાઇ 15 વર્ષ અહીં રહ્યા હતા.બાપુ અને સરદારની મુલાકત ખુબ રોચક છે. જ્યારે રે બાપુ પ્રેમાભાઈ હોલમાં લેક્ચર લેવા આવ્યા હતા ત્યારે બંનેની અહીં જ મુલાકાત થઈ હતી. આ વખેતે તે 1917માં મનપાના દરિયાપુર વોર્ડના કાઉન્સિલર બન્યા અને પછી વર્ષ 1924થી 1928 સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા હચાય,આ ડોશો શું આઝાદી અપાવશે પણ ભાષણ બાદ બન્યા શિષ્ય.હાલ ભદ્ર ખાતે જ્યાં સરદાર સ્મારક છે ત્યાં સરદાર પટેલ રહેતા હતા અને સામે કોર્ટમાં વકીલાત કરતા હતા. જ્યારે ગાંધીજી કોર્ટમાં આવ