મોદી સરકારની આ યોજનાથી સૌથી વધારે ભોગ ગુજરાત બનશે, જો સરકારે લીલીઝંડી આપી તો 6.5 કરોડ પશુપાલકો નો થશે મરો

ભારત આ સમજૂતીમાં જોડાશે તો ન્યૂઝીલેન્ડના ડેરી ઉત્પાદનો ભારતમાં એટલા સસ્તા મળશે કે દેશના ખેડૂતોને નુકસાન થશે. આસિયાન દેશો અને અન્ય છ પ્રમુખ દેશોની ક્ષેત્રીય વ્યાપક આર્થક ભાગીદારી (રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ) હેઠળ ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના મુદ્દે કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે પણ વિરોધ નોંધાવ્યો છે.

ભારત RCEP માં જોડાશે તો દેશના 6.5 કરોડ દૂધ ઉત્પાદક દેશોને ભારે નુકસાન થશે. ભારત સહિતના દસ આસિયન તથા અન્ય છ દેશો વચ્ચે રિજિયોેનલ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોંમિક પાર્ટનરશીપ થવાની શક્યતા.

પશુપાલન અને ડેરી મંત્રાલયે ખેડૂતોના હિત પ્રત્યે ચેતવણી આપી છે. આનાથી 6.5 કરોડ પશુપાલક ખેડૂતોને અસર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પશુપાલન અને ડેરી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે આરસીઇપીમાં ડેરી ઉત્પાદનોને સામેલ કરવાના પ્રસ્તાવ પર વિભિન્ન ડેરી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમૂલ સહિત અન્ય ડેરી ઉત્પાદકાના સંગઠનોએ પણ ડેરી ઉત્પાદનોને અઆરસીઇપીના દાયરામાંથી બાકાત રાખવાની માગ કરી છે. હવે આ અંગે વાણિજય મંત્રાલય અંતિમ નિર્ણય લેશે.

જણાવ્યું હતું કે અમારા માટે ખેડૂતોના હિત સર્વોપરી છે અને અમે આરસીઇપીના મુદ્દે અમારી ચિંતા વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયને જણાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે અમારા પ્રયત્નો રહેશે કે અન્ય દેશોના ઉત્પાદનોથી આપણા દેશના ઉત્પાદનોને નુકસાન થાય.

આ અગાઉ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ન્યૂઝ એજન્સી આઇએએનએસને જણાવ્યું હતું કે આરસીઇપી મુદ્દે તેમણે પોતાના વિચાર વાણિજય મંત્રાલયને જણાવી દીધા છે.

ડેરી ઉત્પાદકોને આશંકા છે કે ડેરી ઉત્પાદનોને આરસીઇપીમાં સામેલ કરવાાૃથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી આયાત ડયુટી મુક્ત દૂાૃધનો પાઉડર અને અન્ય ડેરી ઉત્પાદનો ભારત આવશે જે ખૂબ જ સસ્તા હશે. જેનાાૃથી દેશના ડેરી ઉત્પાદકો અને ખેડૂતોને નુકસાન થશે. ભારત ઉપરાંત આસિયાનના 10 સભ્ય દેશોની સાાૃથે સાાૃથે જાપાન, દક્ષિણ કોરિયા, ચીન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે.

મહાજને જણાવ્યું હતું કે આ દેશના કરોડો ખેડૂતોનો પ્રશ્ર હોવાથી સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઇએ. બીજી તરફ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ દિલીપ રાથે જણાવ્યું છે કે ડેરી ઉત્પાદનોને આરસીઇપીમાં સામેલ કરવાથી દૂધનું ઉત્પાદન કરનારા દેશના 6.5 કરોડ ખેડૂતોને નુકસાન જશે.

સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ સંયોજક અશ્વિની મહાજને કેટલાક દિવસો પહેલા જણાવ્યું હતું કે હાલમાં દૂધ ઉત્પાદક ખેડૂતોને એક લિટર દૂધના સરેરાશ 28-30 રૃપિયા મળી રહ્યાં છે પણ જો ન્યૂઝીલેન્ડથી સસ્તા દૂધનો પાઉડર તાૃથા અન્ય ઉત્પાદન આવવાથી તેમને દૂધ પર આ ભાવ મળી શકશે નહીં.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત સરકાર સિંગાપોરમાં એપીઆઇએક્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આશિયન દેશોએ નાણાકીય સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત મોદી આ પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપ પ્રમુખ માઇક પેન્સ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

વડાપ્રધાન મોદી 14 નવેમ્બરે સવારે 36 કલાક માટે સિંગાપોર પહોંચશે. તેઓ સૌ પ્રથમ ફિનટેક સમિટને સંબોધશે તેમ વિદશ બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

સાંજે વડાપ્રધાન મોદી સેકન્ડ રિજિયોન્લ કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં 16 દેશોના નેતાઓ ભાગ લઇ રહ્યાં છે. આરસીઇપીમાં 16 સભ્ય દેશો છે. અને છેલ્લે વડાપ્રધાન મોદી અમેરિકાના ઉપ પ્રમુખ માઇક પેન્સ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે.

મોદી અને પેન્સ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા એવા સમયે થઇ રહી છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં જ ભૈારતને ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. ત્યારબાદ 15 નવેમ્બરે વડાપ્રધાન મોદી આશિયાન-ભારત બ્રેકફાસ્ટ સમિટમાં ભાગ લેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top