મોદીની ઘેલી વાતો વચ્ચે ભૂખમરા અને કુપોષણથી પીડાય રહ્યું છે ભારત, “Global Hunger Index” માં ભારત પોહચ્યું 102 મા ક્રમે

વિકાસ ની ઘેલી વાતો અને ગુલાબી ગુલાબી સ્કીમો વચ્ચે ભારતમાં ભૂખમરો હોવી મોખરે. વોશિંગ્ટનની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નામની સંસ્થાએ જાહેર કરેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટે એ દુનિયાનાં સૌથી ગરીબ એટલેકે એવા દેશ જ્યાં નાના બાળકો સૌથી વધારે ભૂખે મારતાં હોય તેવા દેશ ની યાદી તેઓ બહાર પાડે છે.

ત્યારે આવખતે આ યાદી માં ભારતનું જાણ સ્થાની તમે પણ દંગ થઈ જશો. વર્ષ 2019 ની યાદી જાણતાં પહેલા આપણે જાણી લઈએ હંગર ઈન્ડેક્સ રિપોર્ટ 2017 માં આવેલ આ રિપોર્ટ વિશે. ભારતની જમીની હકીકતને ઉજાગર કરી છે.

આ રિપોર્ટ અનુસાર ભારતમાં ભુખમરાની સ્થિતિ વકરી રહી છે. ‘ગ્લોબલ હંગર રિપોર્ટ 2017 ની 119 દેશોની યાદીમાં ભારત 100 મા સ્થાને છે. આ યાદીમાં ભારતનો નંબર પાછળ છે એમ સમજીને હરખાવાની જરૃર નથી. ખરેખર તો ભારત કરતા વધારે ભુખમરો હોય એવા આ યાદીમાં માત્ર 19 દેશો જ છે.

ગ્લોબલ હંગર ટ્રેકિંગે મંગળવારે ભારતના સંદર્ભે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે ભારત વિશ્વના એવા 117 દેશોમાં 102 માં નંબર પર આવી ગયું છે, જ્યાં બાળકોની લંબાઈના અનુસાર વજન નથી, બાળમૃત્યુદર વધું છે અને બાળકો કુપોષણનો શિકાર છે.

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2019માં કહેવામાં આવ્યું છે કે, બાળકોને આ પ્રકારે નુક્સાન પહોંચવાનો આંકડ 20.8 ટકા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વમાં બાળકોના કેસમાં સૌથી ખરાબ પ્રદર્શન યમન, જિબૂતી અને ભારતનું છે, જેની ટકાવારી 17.9 થી 20.8 ની વચ્ચે છે.

GHI માં કહેવાયું છે કે, ભારતમાં 6 થી 23 મહિનાની વચ્ચેની ઉંમરના માત્ર 9.6 બાળકોને જ ન્યૂનતમ સ્વીકાર્ય આહાર આપવામાં આવે છે. રિપોર્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2016-18 ની વચ્ચે કરવામાં આવેલા એક સર્વેના આધારે જણાવ્યું કે, ભારતમાં 35 ટકા બાળકો નાના કદના છે.

જ્યારે 17 ટકા બાળકો નબળા જાણવા મળી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ વ્યાપક રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણ (CNNS) એ દેશ ભરમાં 19 વર્ષ સુધીના 1,12,000 બાળકોની આકરણી કરી હતી.

જેમાં જાણવા મળ્યું કે, કુપોષણમાં કમીના ઉપાયોમાં પ્રગતિ થઈ છે. ન્યૂટ્રિશન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2016-18 માં CNNS ના આંકડા અને GHI ના આંકડાની સરખામણી કરીએ તો, ભારતમાં બાળ કુપોષણનું સ્તર ઓછું છે.

ગ્લોબર હંગર ઈન્ડેક્સનો અર્થ એવા દેશો, જ્યાં બાળકોને પેટભરીને ખાવાનું નથી મળી રહ્યું. રિપોર્ટ પ્રમાણે, ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે અને GHI માં તેનું સ્થાન દક્ષિણ એશિયાના દેશોમાં પણ નીચે છે. જેનો અર્થ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાથી પણ પાછળ છે, જેમનું રેન્કિંગ ક્રમશ: 94,88,73 અને 66 છે.

વર્ષ 2010 માં ભારત લિસ્ટમાં 95 માં સ્થાને હતું, જે 2019 માં પાછળ પડીને 102 માં સ્થાન પર આવી ગયું. વર્ષ 2000 ની 113 દેશોની યાદીમાં ભારતનું સ્થાન 83 મું હતું. રેન્કિંગમાં બેલારૂસ, યુક્રેન, તુર્કી, ક્યૂબા અને કુવૈત ટૉપ પર છે.

ખાસ વાત એ કે છેલ્લા ત્રણ વર્ષથી દેશમાં ભુખમરાની સ્થિતિ વધારે ને વધારે બદતર થતી જઇ રહી છે. 2014 માં ભારત આ લિસ્ટમાં ૫૫મા સ્થાને હતું, તો 2015 માં 80 મા અને 2016 માં 97 મા સ્થાને હતું. મતલબ કે છેલ્લા એક વર્ષમાં ભારત ત્રણ સ્થાન જેટલું ગબડી ગયું છે.

હવે ભુખમરાના મામલે એશિયાના દેશોમાં ભારતની સ્થિતિ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતા જ થોડી સારી કહી શકાય એવી છે. તાજ્જુબ કહેવાય એવી વાત તો એ છે કે ઉત્તર કોરિયાની પરિસ્થિતિ ભારત કરતા સારી છે.

ચીનની વાત તો છોડો, બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ અને શ્રીલંકા કરતા પણ ભારતમાં વધારે ભૂખમરો છે. એકબાજુ આપણે આફ્રિકાના પછાત દેશો અને નેપાળ, મ્યાંમાર, ભૂટાન, શ્રીલંકા જેવા પાડોશી દેશોને આર્થિક સહાય કરીએ છીએ.

બીજી બાજુ દેશના જ કરોડો ગરીબો રોજ ભૂખ્યા સૂઇ જતાં હોય છે. ભૂખમરાના આંકડા જોતા ભારત માટે શરમજનક કહેવાય એવી બાબત એ છે કે દેશમાંથી ભૂખમરો અને કુપોષણ દૂર કરવાના ઉપાયો માટે વિચારવાના સ્થાને સરકાર આર્થિક ઉત્પાદનમાં થઇ રહેલા વધારાને લઇને છાતી ફુલાવે છે.

જ્યાં સુધી કોઇ દેશ પોતાના નાગરિકોના જીવનને બહેતર ન બનાવે કે પોષણક્ષમ ખોરાક જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવે ત્યાં સુધી ગમે તેવી પ્રગતિ કે વિકાસનો કોઇ અર્થ સરતો નથી.

એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2022 સુધીમાં દેશમાંથી ભૂખમરો નાબૂદ કરવાનું આહ્વાન કરી રહ્યાં છે અને બીજી બાજુ વર્ષો વર્ષ દેશમાં ભૂખમરો ઘટવાના બદલે વધી રહ્યો છે. આ અગાઉ યૂ.એન.ના આ વર્ષના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ભુખમરાથી પીડાતી કુલ વસતીના 23 ટકા લોકો ભારતમાં છે.

દુનિયાના આશરે 81.5 કરોડ લોકો ભૂખમરાથી પીડિત છે અને એમાંના 19 કરોડ લોકો ભારતમાં વસે છે. ભારતની કુલ વસતીમાંથી આશરે 14 ટકા વસતી ભૂખમરો ભોગવી રહી છે.

હંગર ઇન્ડેક્સમાં કોઇ પણ દેશમાં ભુખમરાની સ્થિતિનું આકલન ત્યાંના બાળકોમાં કુપોષણ, શારીરિક વિકાસમાં અવરોધ અને બાળમૃત્યુદર જેવા પ્રમાણોના આધારે કરવામાં આવે છે. સમગ્ર દુનિયાનો અભ્યાસ કરીએ તો સૌથી વધારે ભુખમરો એશિયામાં છે.

એ પછી આફ્રિકા અને લેટિન અમેરિકાનો નંબર આવે છે. એશિયાનો ઘણો ખરો હિસ્સો ગરીબ અને વિકાસશીલ દેશોનો બનેલો છે. એમ છતાં એશિયાના કેટલાક દેશો એવા છે જે આર્થિક મોરચે અમીર દેશો સાથે હોડમાં ઉતર્યાં છે.

આવા દેશોમાં ચીન, ભારત, દક્ષિણ કોરિયા અને જાપાન સામેલ છે. યૂ.એન.ના જણાવ્યા અનુસાર ભૂખમરાના કારણોમાં યુદ્ધ, સંઘર્ષ, હિંસા, ક્લાયમેટ ચેન્જ, કુદરતી આફતો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવીન સામ્રાજ્યવાદ, ઉદારવાદ, મુક્ત અર્થતંત્ર અને બજારોનું માળખું પણ ભૂખમરા માટે જવાબદાર પરિબળોમાં આવે છે. સવાલ એ છે કે ભારતમાં આમાંના કયા પરિબળોના કારણે ભૂખમરો વધારે છે? આફ્રિકા કે લેટિન અમેરિકી દેશોની જેમ ભારતમાં સંઘર્ષ, હિંસા જેવા પરિબળો નહિવત્ છે.

ક્લાયમેટ ચેન્જ અને કુદરતી આફતોનું પ્રમાણ છે પરંતુ ભારતમાં ખાદ્યાન્નનું ઉત્પાદન પણ મબલખ થાય છે. ખાદ્યાન્નનું ઉત્પાદન તો વિશાળ પાયે થાય છે પરંતુ તેના વિતરણની વ્યવસ્થા સાવ કંગાળ છે. ઉત્પાદન થયેલા અનાજનો એક મોટો હિસ્સો લોકો સુધી પહોંચવાના બદલે સરકારી ગોદામોમાં સડી જાય છે.

યૂ.એન.ના રિપોર્ટ પ્રમાણે દેશનું લગભગ 20 ટકા અનાજ સંગ્રહક્ષમતાના અભાવે બરબાદ થઇ જાય છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 23 કરોડ ટન દાળ, 12 કરોડ ટન ફળ અને ૨૧ કરોડ ટન શાકભાજી યોગ્ય વિતરણ વ્યવસ્થાના અભાવે સડી જાય છે. ભૂખમરાની સીધી અસર પોષણ અને સ્વાસ્થ્ય ઉપર પડે છે.

ભારતમાં પાંચથી ઓછી વયના આશરે 38 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. કુપોષણની સીધી અસર બાળકોના માનસિક અને શારીરિક વિકાસ, શિક્ષણ અને બૌદ્ધિક ક્ષમતા ઉપર પડે છે. એ જોતાં ભારતની ભાવિ પેઢી કેટલી નબળી હશે એ અલગ જ ચર્ચાનો વિષય છે.

જે ચીન સાથે આપણે વૈશ્વિક સત્તા બનવાની સ્પર્ધામાં ઉતર્યાં છીએ ત્યાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા માત્ર 9 ટકા છે. કુપોષણના મામલે ભારતની મહિલાઓની હાલત તો એનાથી પણ વધારે ખરાબ છે.

એક અંદાજ અનુસાર યુવાન વયની 51 ટકા સ્ત્રીઓ એનીમિયા એટલે કે લોહીની ઉણપથી પીડાય છે. આમ તો ભારતમાં ભુખમરા અને કુપોષણને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૃરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી.

ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બની રહ્યાં છે. અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે.

ગરીબો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા સસ્તા અનાજનો અર્ધોઅર્ધ હિસ્સો લોકો સુધી પહોંચતો જ નથી અને ખુલ્લા બજારોમાં ઊંચી કીંમતે વેચાઇ જાય છે.જેમને આપણે જગતના તાતનું બિરુદ આપ્યું છે એવા દેશના ખેડૂતો દેવા અને અનિશ્ચિત મોસમનો બેવડો માર ઝીલી રહ્યાં છે.

બિયારણ અને ખાતર જેવી પાયાની વસ્તુઓ માટે તેમણે મલ્ટીનેશનલ કંપનીઓનો આશરો લેવો પડે છે. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઇ રહ્યું છે. ઔદ્યોગિક વિસ્તરણના નામે ખેતરો સંકોચાઇ રહ્યાં છે. પેટ્રોલિયમ અને બળતણની કીંમતો આસમાન આંબી રહી છે.

આ તમામ કઠણાઇઓમાં અશાંતિ, ભય અને હિંસાને જોડી દઇએ અને ધર્મ કે જાતિના ખાવા-પીવાના કે પહેરવા-ઓઢવાના અંકુશો પણ ઉમેરી દઇએ તો પરિસ્થિતિ ખરેખર હતાશાજનક છે.

ખરેખર તો સરકારે આત્મશ્લાધા અને આંકડાઓની માયાજાળમાંથી બહાર આવીને ભૂખમરા અને કુપોષણને નાથવા માટે અસરકારક પગલાં લેવાની જરૃર છે. એ માટે ગરીબો અને મધ્યમવર્ગને લાભકારી સરકારી યોજનાઓ વધારે કડકાઇપૂર્વક અને લાંબા ગાળા માટે અમલમાં મૂકવાની જરૃર છે.

આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૃર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૃર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે.

ઉપરાંત અનાજના સંગ્રહ માટે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૃર છે કે જેથી તેનો બગાડ થતો અટકે. સંઘરાખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરતા લોકો માટે કડક સજાની જોગવાઇ કરવાની જરૃર છે. ગરીબોને મળતી સબસીડી છીનવી લેતી અટકાવવાની જરૃર છે. બેંકોને આવા લોકો માટે રાહત જાહેર કરવાનો આદેશ આપવાની જરૃર છે.

અંધાધૂંધ શહેરીકરણ અને આંધળા વિકાસને રોકવાની જરૃર છે. શાળામાં બાળકોને ગ્રામ્ય, કૃષિ, ગરીબી અને પોષણ જેવા વિષયોનું શિક્ષણ આપવાની જરૃર છે. પછાત વર્ગના કુપોષણથી પીડાતા બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.

ભૂખમરો એક મોટી સામાજિક સમસ્યા પણ છે જેના વિશે દેશના નાગરિકોમાં જાગૃતિ કેળવવાની જરૃર છે. આજે જ્યારે ઘણાં ઘરોમાં એક ટંકનો ખોરાક બીજા ટંકે વાસી ગણીને ફેંકી દેવામાં આવે છે ત્યારે દેશના લાખો લોકો એક ટંકના ભોજન માટે તરસતા હોય છે એ સમજવાની જરૃર છે.

લોકોમાં સામાજિકતા અને ભાગીદારીની ભાવના વધુ ને વધુ કેળવવાની જરૃર છે. શહેરોની શ્રીમંત શાળાઓના ખાતા-પીતા ઘરના બાળકોને ખોરાકના બગાડ વિશે સમજાવવાની જરૃર છે. મોંઘાદાટ ભોજન સમારંભો અને ભોગવિલાસ પર અંકુશ મૂકવાની જરૃર છે.

હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો, કેન્ટિનો, સભાઓ, લગ્નો અને અન્ય સમારોહોમાં ખોરાકનો બગાડ ન થાય એ રીતની વ્યવસ્થા ઊભી કરવાની અને લોકોને એ વિશે જાગૃત કરવાની જરૃર છે.

એક તરફ કેટલાક લોકો અપાર ઐશ્વર્ય ભોગવી રહ્યાં છે અને બીજી તરફ લાખો-કરોડો લોકો ભૂખમરો, ગરીબી, કુપોષણ, અભાવ સામે લડી રહ્યાં છે. જો આવા લોકોની દુર્દશા દૂર નહીં કરવામાં આવે તો સમય જતાં હિંસા અને લૂંટફાટની ઘટનાઓમાં વધારો થતો રહેશે.

લોકોએ હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે તેઓ અશાંત, ભયગ્રસ્ત, હિંસક, અછતગ્રસ્ત, અસ્વસ્થ, કુપોષિત સમાજ ઇચ્છે છે કે ચિત્ર બદલવા માંગે છે.લોકો નો આ વાત પરનો રોષ વધુ ને વધુ થતો જાય છે એક બાજુ મોદી ના અવનવા કાયદા આમિર વ્યક્તિને પણ ભિખારી જેવી સ્થિતિ માં લાવી દે છે ત્યારે ગરીબો ની તો કઈ વાતજ થાઈ તેવી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top